નવી દિલ્હીઃ PM Modi Indonesia Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાલી (Bali) માં યોજાનાર G-20 શિખર સંમેલન (G-20 Summit) માં ભાગ લેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઈન્ડોનેશિયામાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે જણાવ્યું કે પીએમ મોદી 17માં જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 14થી 16 નવેમ્બર સુધી ઈન્ડોનેશિયાના બાલીનો પ્રવાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરિંદમ બાગચીએ આગળ કહ્યુ કે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, સ્વાસ્થ્ય અને ડિજિટલ પરિવર્તન સહિત જી-20 શિખર સંમેલનના એજન્ડાના ભાગ રૂપે ત્રણ કાર્ય સત્ર આયોજીત કરવામાં આવશે. પીએમ મોદી ઈન્ડોનેશિયામાં અન્ય દેશોના રાષ્ટ્રા અધ્યક્ષોની સાથે મુલાકાત કરશે. 


ભારત જી-20ની અધ્યક્ષતા કરશે ગ્રહણ
ઈન્ડોનેશિયાની જી-20 પ્રેસીડેન્સી 1 ડિસેમ્બર 2021થી શરૂ થઈ હતી. શિખર સંમેલનના સમાપન સત્રમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પ્રતીકાત્મક રૂપથી પીએમ મોદીને જી-20ની અધ્યક્ષતા સોંપશે. ભારત આગામી 1 ડિસેમ્બરથી  G-20 ની અધ્યક્ષતા કરશે. 


મંગળવારે પીએમ મોદીએ ભારતના G-20 પ્રેસીડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું. આ તક પર પીએમ મોદીએ કહ્યુ હતુ કે જી-20 ઈન્ડિયાનો લોગો વસુધૈવ કુટુમ્બકમનું પ્રતિનિધિત્વ કરે છે, આ લોગો માત્ર એક પ્રતીક ચિન્હ નથી. પીએમ મોદી જી-20 શિખર સંમેલન માટે ઈન્ડોનેશિયા જશે તો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 19માં ASEAN શિખર સંમેલન માટે કંબોડિયા જશે. 


આ પણ વાંચોઃ સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને રાહત નહીં, સજા વિરુદ્ધ અપીલ કોર્ટે નકારી


ASEAN સંમેલનમાં ભાગ લેશે રાષ્ટ્રપતિ
વિદેશ મંત્રાલયના સચિવ (ઈસ્ટ) સૌરભ કુમારે જણાવ્યુ કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 19માં ASEAN-ભારત સ્મારક શિખર સંમેલન અને 17માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 11-13 નવેમ્બર સુધી કંબોડિયાનો પ્રવાસ કરશે. ઉપરાષ્ટ્રપતિની કંબોડિયાના પ્રધાનમંત્રી અને અન્ય કંબોડિયાઈ ગણમાન્ય વ્યક્તિઓની સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube