નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે 2022ના રોજ હૈદ્રાબાદ અને ચેન્નાઈની મુલાકાત લેશે. બપોરે લગભગ 2 વાગ્યે, પ્રધાનમંત્રી ISB હૈદ્રાબાદનાં 20 વર્ષ પૂરાં થવાની ઉજવણીમાં ભાગ લેશે અને 2022ના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP) વર્ગના પદવીદાન સમારોહને સંબોધશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, પ્રધાનમંત્રી ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં 31,400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 11 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નાઈમાં પ્રધાનમંત્રી
ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા, કનેક્ટિવિટી વધારવા અને પ્રદેશમાં રહેવાની સરળતાને પ્રોત્સાહન આપવાનાં એક પગલામાં, પ્રધાનમંત્રી ચેન્નાઈમાં રૂ. 31,400 કરોડથી વધુનાં મૂલ્યનાં 11 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં સામાજિક-આર્થિક સમૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો કરવામાં પણ મદદ કરશે, ઘણાં ક્ષેત્રો પર પરિવર્તનકારી અસર કરશે અને રોજગારીની તકો ઊભી કરવામાં પણ મદદ કરશે.


ચેન્નાઈમાં પ્રધાનમંત્રી રૂ. 2900 કરોડથી વધુની કિંમતના પાંચ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂ. 500 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ 75 કિમી લાંબો મદુરાઈ-ટેની (રેલવે ગેજ રૂપાંતર પરિયોજના) પહોંચની સુવિધા આપશે અને પ્રદેશમાં પ્રવાસનને વેગ આપશે. રૂ. 590 કરોડથી વધુના ખર્ચે તાંબરમ - ચેંગલપટ્ટુ વચ્ચે 30 કિમી લાંબી ત્રીજી રેલવે લાઇન બાંધવામાં આવી છે, તેવધુ ઉપનગરીય સેવાઓ ચલાવવાની સુવિધા આપશે, આમ વધુ વિકલ્પો પ્રદાન કરશે અને પ્રવાસીઓ માટે સુવિધાઓમાં વધારો કરશે.


ETBPNMT નેચરલ ગેસ પાઈપલાઈનનો 115 કિમી લાંબો એન્નોર-ચેંગલપટ્ટુ સેક્શન અને 271 કિમી લાંબો તિરુવલ્લુર-બેંગલુરુ સેક્શન, લગભગ અનુક્રમે રૂ. 850 કરોડ અને રૂ. 910 કરોડના ખર્ચે બનાવાયો છે તે તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ગ્રાહકોને તેમજ ઉદ્યોગોને કુદરતી ગેસના પુરવઠાની સુવિધા આપશે.


આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ રૂ. 116 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટ -ચેન્નાઈના ભાગ રૂપે બાંધવામાં આવેલાં 1152 મકાનોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.


પ્રધાનમંત્રી રૂ. 28,500 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર છ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ
262 કિમી લાંબો બેંગલુરુ-ચેન્નાઈ એક્સપ્રેસ વે રૂ. 14,870 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. તે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના રાજ્યોમાંથી પસાર થશે અને બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચેના મુસાફરીના સમયને 2-3 કલાક ઘટાડવામાં મદદ કરશે. ચેન્નાઈ પોર્ટને મદુરાવોયલ (NH-4)થી જોડતો 4 લેનનો ડબલ ડેકર એલિવેટેડ રોડ, લગભગ 21 કિલોમીટર લંબાઈનો, રૂ. 5850 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. તે ચેન્નાઈ પોર્ટ પર માલસામાન વાહનોના ચોવીસ કલાક આવાગમનની સુવિધા આપશે. 94 કિમી લાંબા 4 લેન NH-844ના નેરાલુરુથી ધર્મપુરી સેક્શન અને NH-227ના મીનસુરત્તીથી ચિદમ્બરમ સેક્શનના 31 કિમી લાંબા 2 લેન પેવ્ડ શૉલ્ડર્સ સાથે,  અનુક્રમે આશરે રૂ. 3870 કરોડ અને રૂ. 720ના ખર્ચે બાંધવામાં આવી રહ્યા છે જે આ પ્રદેશમાં સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવામાં મદદ કરશે.


આ કાર્યક્રમ દરમિયાન પાંચ રેલવે સ્ટેશનો: 
ચેન્નાઈ એગમોર, રામેશ્વરમ, મદુરાઈ, કટપડી અને કન્યાકુમારીના પુનઃવિકાસ માટે પણ શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ રૂ. 1800 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થશે અને તે આધુનિક સુવિધાઓની જોગવાઈ દ્વારા મુસાફરોની સુવિધા અને આરામ વધારવાના હેતુથી હાથ ધરવામાં આવી છે.


પ્રધાનમંત્રી  ચેન્નાઈ ખાતે રૂ. 1400 કરોડથી વધુનાં મૂલ્યના મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનો શિલાન્યાસ પણ કરશે. તે સીમલેસ ઇન્ટરમોડલ નૂર ફેરફેર પ્રદાન કરશે અને બહુવિધ કાર્યક્ષમતા પણ પ્રદાન કરશે.


હૈદ્રાબાદમાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB) હૈદ્રાબાદનાં 20 વર્ષ પૂરાં થયાની ઉજવણીમાં ભાગ લેશે અને 2022ના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP) વર્ગના સ્નાતક સમારોહને સંબોધશે. ISBનું ઉદ્ઘાટન 2 ડિસેમ્બર 2001ના રોજ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું. દેશની ટોચની બી-સ્કૂલોમાંની એક તરીકે ઓળખાતી, ISB તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે સરકારના કેટલાક મંત્રાલયો અને વિભાગો સાથે પણ સહયોગ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube