નવી દિલ્હીઃ Shinzo Abe State Funeral: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે જાપાન જશે. પીએમ મોદી ત્યાં જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબે  (Shinzo Abe) ના રાજકીય અંતિમ સંસ્કાર (State Funeral) કાર્યક્રમમાં ભાગ લેશે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેનું નિધન 8 જુલાઈએ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં જાપાનના નારા શહેરમાં તેમના પર એક વ્યક્તિએ ગોળી ચલાવી દીધી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકાયા નહીં. જ્યારે શિંઝો આબે પર આ હુમલો થયો ત્યારે તેઓ એક નાની જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા. તેમને ગોળી લાગ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું નિધન થયું હતું. 


અધ્યક્ષ પદ માટે ગેહલોતે છોડવી પડશે CMની ખુરશી, રાહુલ ગાંધીનો ઈશારો


પીએમ મોદીએ કર્યુ હતું ટ્વીટ
પીએમ મોદીએ એક ટ્વીટમાં કહ્યુ હતું, 'મારા પ્રિય મિત્રોમાં સામેલ શિંઝો આબેના દુખન નિધનથી હેરાન અને દુખી છું અને તેને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી. તે એક સર્વોચ્ચ વૈશ્વિક રાજનેતા, એક ઉત્કૃષ્ટ નેતા અને એક અદ્ભુત પ્રશાસક હતા.'


પીએમ મોદી અને શિંઝો આબેની મિત્રતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શિંઝો આબેની મિત્રતા જગજાહેર હતી. શિંઝો આબેના નિધનથી પીએમ મોદીને દુખ પહોંચ્યું હતું. તેમણે તેનો ઉલ્લેખ એક બ્લોગમાં પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ લખ્યું હતું- આજે તેમની સાથે પસાર કરેલી દરેક ક્ષણ મને યાદ આવી રહી છે. તોઝી ટેમ્પલની યાત્રા હોય, શિંકાસેનમાં સાથે-સાથે સફરનો આનંદ હોય, અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત હોય, કાશીમાં ગંગા આરતીનો આધ્યાત્મિક અવસર હોય કે પછી ટોક્યોની ટી સેરેમની. યાદગાર ક્ષણોનું લિસ્ટ ખુબ લાંબુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube