નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી ક્રૂઝથી વિશ્વનાથ ધામ પહોંચ્યા અને ગંગામાં ડુબકી લગાવ્યા બાદ બાબાનો જલાભિષેક કર્યો હતો. ત્યારબાદ સાંજે કાશીની ભવ્ય ગંગા આરતીમાં સામેલ થયા હતા. પીએમની સાથે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ગંગા આરતીમાં સામેલ થયા હતા. આરતીમાં સામેલ થઈને પીએમ અભિભૂત જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન દિવાળીની જેમ માત્ર ગંગા ઘાટ જ નહીં પરંતુ સમગ્ર કાશી રોશનીથી ઝળહળતી જોવા મળી હતી. જ્યારે ઘાટો પર લેસર શોનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે ગંગાની પેલે પાર રેતી પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. કાશી વિશ્વનાથનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી ક્રુઝ દ્વારા રવિદાસ ઘાટ પહોંચ્યા હતા. ત્યાંથી કાર દ્વારા BLW ગેસ્ટ હાઉસ. પીએમ ત્યાં પહેલાથી જ હાજર ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે ફરી એકવાર ગંગા ઘાટ પહોંચ્યા. પીએમ આવતાની સાથે જ તમામ ગંગા ઘાટ રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠ્યા હતા. કાશીના તમામ એંસી ઘાટ લગભગ 11 લાખ દીવાઓથી પ્રકાશિત હતા.


શ્રીનગર આતંકી હુમલાની PM મોદીએ માંગી જાણકારી, શહીદ જવાનો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના


દશાશ્વમેધ ઘાટથી પીએમ મોદીનું ક્રૂઝ લલિતાઘાટ ગયું હતું. ત્યાંથી કાશી વિશ્વનાથ ધામનો અલૌકિક નજારો પણ તેમના મુખ્યમંત્રીઓને બતાવવામાં આવ્યો હતો. લલિતાઘાટથી રવિદાસ ઘાટ પરત ફરતી વખતે, તેમનું ક્રૂઝ ફરી એકવાર લેસર શો જોવા માટે રોકાઈ ગયું. લેસર શો દરમિયાન બીજી તરફ શરૂ થયેલી આતશબાજીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube