નવી દિલ્હી : પાકિસ્તાનમાં થયેલ  સામાન્ય ચૂંટણીમાં ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ પાર્ટી (પીટીઆઇ) સૌથી મોટુ દળ બનીને ઉભરી છે. ઇમરાન ખાન 11 ઓગષ્ટે પાકિસ્તાનના નવા વડાપ્રધાન સ્વરૂપે શપથ ગ્રહણ કરશે.  ઇમરાન ખાનની આ જીત અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને શુભકામનાઓ આપી છે. સોમવારે સાંજે ફોન પર થયેલી વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનને શુભકામનાઓ આપતા કહ્યું કે, આશા છે કે પાકિસ્તાનમાં તેમના નેતૃત્વમાં લોકશાહીનાં મુળીયા વધારે ગાઢ થશે અને પાકિસ્તાન વિકાસનાં માર્ગ પર એક મુકામ પ્રાપ્ત કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં 25 જુલાઇના રોજ સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ સૌથી મોટી પાર્ટી સ્વરૂપે ઉભરી છે. જો કે પીટીઆઇ પાસે હજી પણ સરકાર બનાવવા માટે આંકડા નથી. પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે કોઇ દળને 172 સીટોની જરૂર હોય છે. અહીં તેમને 342 સીટોવાળી નેશનલ એસેમ્બલીમાં 272 સીટો પર પ્રત્યક્ષ ચૂંટણી થાય છે.  જો કે ચૂંટણી થાય છે તેટલી સીટોમાંથી કોઇ પણ પક્ષ પાસે પુર્ણ બહુમતી નથી. 

પીટીઆસ પાસે હાલ 116 સીટો છે. પાર્ટીનું કહેવું છેકે સરકાર બનાવવા માટે તેઓ નાના  દળો અને અપક્ષ ધારાસભ્યોના સંપર્કમાં છે. ખૈબર  પખ્તુનવામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે, 11 ઓગષ્ટે વડાપ્રધાન પદની શપથ લેશે. 

PML-Qને મળ્યું સમર્થન
શુજાત હુસૈનની પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ લીગ- કુવૈદ (પીએમએલ-ક્યુ)એ ઇમરાન ખાનની પીટીઆઇને સમર્થન કરવાની જાહેરાત કરી છે. પાર્ટી કાર્યકર્તાઓની બેઠકમાં વિપક્ષી પાર્ટી પીએમએલ-એનના પ્રસ્તાવને ફગાવીને પીટીઆઇની સાથે સંબંધો મજબુત કરવા અંગે સંમતી સધાઇ હતી. શુજાત ખાને કહ્યું કે પીએમએલ-એન પાકિસ્તાનની જનતા માટે નહી પરંતુ વ્યક્તિગત્ત હિતો માટે રાજનીતિમાં સમાવેશ થયો છે. એટલા માટે પીએમએલ-ક્યુ કેન્દ્ર અને પંજાબમાં સરકાર બનાવવા માટે પીટીઆઇનું સમર્થન કરશે.