નવી દિલ્હી: પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા 2022’ અંગે ટ્વીટ કર્યુ છે અને તેની સાથે જ નોંધણી કરાવવાનો અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ચર્ચાથી તેમને પોતાના ઊર્જાવાન યુવાનો સાથે જોડાવા, તેમના પડકારો અને આકાંક્ષાઓને સારી રીતે સમજવાનો અવસર મળે છે.


પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ છેઃ
“પરીક્ષાઓની સાથે-સાથે ‘પરીક્ષા પે ચર્ચા 2022’ કાર્યક્રમ પણ નજીક આવી રહ્યો છે. આવો, આપણે સૌ તણાવમુક્ત પરીક્ષા પર ચર્ચા કરીએ અને ફરી એકવાર આપણા બહાદુર #ExamWarriors, તેમના વાલીઓ અને શિક્ષકો સાથે સહયોગ કરીએ. હું આપ સૌને આ વર્ષની #PPC2022 માટે નોંધણી કરાવવાનો અનુરોધ કરૂં છું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube