ઓરિસ્સામાં PM મોદીનું સંબોધન: ભેદભાવ કોંગ્રેસની નીતિ, ખેડૂતોને પાણી માટે વલખા
લોકસભા ચૂંટણીને લઇને રાજકીય નેતાઓ અલગ અલગ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે ઓરિસ્સા આવી પહોંચ્યા છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઇને રાજકીય નેતાઓ અલગ અલગ રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે ઓરિસ્સા આવી પહોંચ્યા છે. ત્યાં તેમણે જનસભાનું સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની સરકારે ભેદભાવની નીતિ અપનાવી છે. ખેડૂતોએ પાણી માટે વલખા મારવા પડ્યા છે.
ઓરિસ્સામાં પીએમ મોદીનું સંબોધન:-
- મોટા મોટા મહાન મિલાવટીઓને ચોકીદાર પ્રત્યે તમારો સન્હે સમજાતો નથી.
- પ્રથમ તબક્કાના વોટિંગમાં ઓરિસ્સાથી જે સંકેત મળ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે, દિલ્હીમાં ફરી એકવાર મોદી સરકાર અને ઓરિસ્સામાં ભાજપ સરકાર
- દેશવાસીઓ ચોકીદારને એટલા માટે સમર્થન આપી રહ્યાં છે કે, સમગ્ર દેશ એક મજબૂત અને ઇમાનદાર સરકાર ઇચ્છે છે
- આપણા દેશમાં સાધન અને સંસાધનોની અછત રહી નથી, પરંતુ અછત રહી છે તો જનતાના પૈસાના યોગ્ય ઉપયોગની
- દિલ્હિમાંથી મોકલવામાં આવતા 100 પૈસામાંથી કોઇ દલાલ તેમની તીજોરીઓ ભરે તો ઓરિસ્સામાંથી વિકાસ કઇ રીતે થશે
- મોદી સરકારે એવી વ્યવસ્થા કરી છે જમાં સરકાર ગરીબ માટે જે 100 પૈસા મોકલે છે તે સંપૂર્ણ 100 પૈસા ગરીબ પર ખર્ચ કરવામાં આવે