નવી દિલ્હીઃ બ્રિટનના શાહી પરિવારના સભ્ય પ્રિન્સ ચાર્લ્સ આવતા મહિને બે દિવસના ભારત પ્રવાસે આવશે. પ્રિન્સ ચાર્લ્સની ઓફિસના જણાવ્યા અનુસાર પ્રિન્સ ચાર્લ્સનો આ પ્રવાસ ભારતના સ્થાનિક બજાર, જળવાયુ પરિવર્તન અને સામાજિક-આર્થિક મુદ્દે કેન્દ્રીત છે. 70 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ 13 નવેમ્બરને બે દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિન્સ ચાર્લ્સની આ ભારતની 10મી મુલાકાત છે. આ અગાઉ તેઓ 2017ના નવેમ્બર મહિનામાં ભારતના પ્રવાસે આવ્યા હતા. એ સમયે તેમનાં પત્ની કેમિલા પણ તેમની સાથે હતા. 2017માં પ્રિન્સ ચાર્લ્સે ભારતની સાથે-સાથે બ્રૂનેઈ, સિંગાપોર અને મલેશિયાની સંયુક્ત યાત્રા કરી હતી. 


ઉલ્લેખનીય છે કે, બ્રિટન યુરોપિય સંઘ છોડ્યા પછી ભારત સાથે એક વ્યાપાર કરાર સુનિશ્ચિત કરવા માટે ઉત્સુક છે. તાજેતરમાં જ પ્રિન્સ ચાર્લ્સના પુત્ર વિલિયમ અને તેમનાં પત્ની કેટે પાકિસ્તાનની 4 દિવસની યાત્રા કરી હતી. આ યાત્રાના એક સપ્તાહ પછી પ્રિન્સ ચાર્લ્સની ભારત યાત્રાની જાહેરાત કરાઈ છે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....