મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કવાયત હેઠલ આજે ત્રણ પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના  દિગ્ગજ નેતાઓની મુંબઈના નેહરુ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ મહાબેઠક બાદ એસીપી ચીફ શરદ પવારે ચોક્કસપણે એ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા પર સહમત છે. તેમણે કહ્યું કે શનિવારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય  પાર્ટીઓ ઔપચારિક જાહેરાત કરશે જો કે થોડીવાર  બાદ જ્યારે બેઠકમાંથી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ બહાર નીકળવા લાગ્યા તો માહોલ ધીરે ધીરે બદલાવવા લાગ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેના નામ પર કોંગ્રેસ-NCPની સહમતી: શરદ પવાર


કોંગ્રેસ અને એનસીપીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી પરંતુ કોંગ્રેસે એ સ્પષ્ટ ન કર્યું કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીને લઈને સહમતી બની ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે આજે ત્રણેય પાર્ટીઓની એક જોઈન્ટ મીટિંગ યોજાઈ જેમાં તેમના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતાં. તેમણે કહ્યું કે ત્રણેય પાર્ટીઓએ સરકરા બનાવવા માટે તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરી પરંતુ વાતચીત હજુ પૂરી થઈ નથી. શનિવારે પણ વાતચીત ચાલુ રહેશે. 


ઉદ્ધવ ઠાકરેને કેમ નથી બનવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ છે તેની પાછળનું મુખ્ય કારણ 


બેઠક બાદ પવારે શું કહ્યું?
બેઠક બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે લીડરશીપને લઈને ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે દોઢ કલાકથી પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. બેઠકમાં સીએમ પદને લઈને સામાન્ય સહમતી જરૂર બની છે. પરંતુ હજુ ઔપચારિક જાહેરાત બાકી છે. બેઠક બાદ એનસીપી ચીફ શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તો તેમાં કોઈ બેમત નથી. ઉદ્ધવ ઠાકરેએ જ લીડ કરવું જોઈએ. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ચર્ચા ચાલુ છે. તેમણે જણાવ્યું કે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube