સિરમૌર: હિમાચલ પ્રદેશના સિરમૌરમાં રવિવારે સવારે લગભગ 9:00 વાગે રાજગઢના નવી નેટી ગાવ નજીક એક ખાનગી બસ દુર્ઘટના થઇ. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોના મોત નિપજ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર બસમાં લગભગ 30 થી 32 મુસાફરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભગનાલ કોચની બસ માનવથી સોલન જઇ રહી હતી. નવી નેટી નજીક બસ નંબર એચપી-64-9097 કાબૂ ગુમાવતાં 300 મીટર નીચે ખાબકીને નીચે એક મેદાનમાં પહોંચી હતી. બસ ખાબકતાં કેટલાક યાત્રીઓ બસ નીચે આવી ગયા, જેથી આ મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. 


વહીવટીતંત્ર દ્વારા એસડીએમ રાજગઢ નરેશ વર્મા તથા ડીસપી ગુલશન નેગીએ ઘટનાસ્થળે પહોંચી રાહત તથા બચાવકાર્યમાં મદદ કરી. મૃતકોમાં ડોડૂ રામ પુત્ર બુદ્ધિ રામ નિવાસી ડાગર હરિપુરધાર ક્ષેત્ર, સુભાષ ચંદ્વ પુત્ર કિશોર લાલ ગામ લુધિયાણાના હરિ ચાબિયા,પ્રિયા પત્ની કિશન લાલ પંચાયત શાયા-સનૈરા, કૌશલ્યા દેવી, રામ લાલ બસ ડ્રાઇવર સંતોષ કુમારનો સમાવેશ થાય છે. 


જિલ્લા વહીવટીતંત્ર અને રાજગઢના એસડીએમ નરેંશ વર્માએ મૃતકોના પરિજનોને તાત્કાલિક રાહત તરીકે 15 હજાર રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 10 હજાર રૂપિયા તથા ઓછા ઇજાગ્રસ્તોને પાંચ હજાર રૂપિયા રકમ જાહેર કરી છે.