નવી દિલ્હી: કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ને એવા સંસ્થાનો વિરુદ્ધ કાનૂની કે પ્રશાસનિક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે જે નિર્ધારિત દિશા નિર્દેશોનો ભંગ કરીને હોટલો સાથે ભાગીદારીમાં કોવિડ રસીકરણનું પેકેજ આપી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના Additional Secretary મનોહર અગનાનીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું કે મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક ખાનગી હોસ્પિટલ કેટલીક હોટલો સાથે મળીને કોવિડ રસીકરણ માટે પેકેજ આપી રહ્યા છે જે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશોની વિરુદ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાઈડલાઈન્સ તોડવાનો આરોપ
પત્રમાં અગનાનીએ લખ્યું છે કે સરકારી કોવિડ રસીકરણ કેન્દ્ર અને ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્ર, કાર્યસ્થળ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે ઘરની પાસે કોવિડ રસીકરણ કેન્દ્ર ઉપરાંત રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અન્ય કોઈ સ્થળે રસીકરણ કરી શકાય નહીં. આથી હોટલોમાં રસીકરણ દિશાનિર્દેશોની વિરુદ્ધ છે અને તેને તત્કાળ રોકવામાં આવે. 


શું કહે છે નિયમો?
સરકારે આ સમગ્ર ઘટનાક્રમ પર નારાજગી વ્યક્ત કરતા આદેશ આપ્યો કે કોઈ પણ 5 સ્ટાર હોટલ કે અન્ય કોઈ પ્રાઈવેટ જગ્યાએ રસી અપાશે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ હેઠળ કોવિડ રસી ફક્ત 4 જગ્યાએ જ મૂકવામાં આવશે જેમાં આ જગ્યાઓ જ સામેલ હોઈ શકે છે. 


PHOTOS: ભાગેડુ મેહુલ ચોક્સીની લેટેસ્ટ તસવીરો સામે આવી, હાથ પર ઈજાના નિશાન?


1 ગવર્મેન્ટ સેન્ટર
2 પ્રાઈવેટ હોસ્પિટલ
3 વર્કપ્લેસ જેને મંજૂરી પ્રાપ્ત હોય
4 ઘર નજીકના રસીકરણ કેન્દ્ર કે જેના દ્વારા વૃદ્ધ કે દિવ્યાંગોને રસી આપવાની સગવડ હોય. 


ચોંકાવનારો કિસ્સો: કોરોનાના દર્દીમાં એકસાથે જોવા મળી Yellow, Black અને White Fungus, સારવાર દરમિયાન મૃત્યુ


કેન્દ્ર સરકારના અધિકારીના જણાવ્યાં મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિગરાણી કરવાની અને એ સુનિશ્ચિત કરવાની ભલામણ કરાઈ છે કે નિર્ધારિત દિશા નિર્દેશો મુજબ રસીકરણ અભિયાન ચલાવવામાં આવે. 


હાલ ભારતમાં રસી ટુરિઝમનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આ કડીમાં ખુદ સ્પુતનિક કંપનીએ પણ ટ્વીટ કરી હતી. હાલ તો મોસ્કો લોકોની પહેલી પસંદ છે. વાત જાણે એમ છે કે દિલ્હીની એક ટ્રાવેલ એજન્સીએ 24 દિવસની ટુર પેકેજ પણ ઓફર કરવાની શરૂ કરી દીધી હતી. જ્યારે ભારતમાં કેટલીક હોટલોમાં ટાઈઅપ દ્વારા આ પ્રકારના પેકેજ આપવાની ખબરો સામે આવી હતી જેને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી. 


(એજન્સી ઈનપુટ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube