નવી દિલ્હી: બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા હેવ વિદેશી દુલ્હન બની ગઇ છે. જોધપુરના ઉમ્મેદ પેલેસમાં ક્રિશ્ચિયન વીધીથી લગ્ન કરવામાં આવ્યા છે. આ લગ્ન બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. લગ્ન બાદ સામે આવ્યા ફોટોઝમાં આતિશબાજીના શાનદાર નજોરો જોવા મળી રહ્યો છે. રવિવારે બંને ભારતીય પંરપરાથી લગ્ન કરવાના છે. પ્રિયંકા ચોપડાનો લગ્ન ડ્રેસ ડિઝાઇનર રાલ્ફ લોરેને તેના ટ્વિટર એકાઉન્ટ પર આ લગ્નને કંફર્મ કરતા પ્રિયંકા અને નિકની નવી જીદંગીની શુભકામનાઓ પાઠવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોધપુરના ઉમ્મેદ પેલેસમાં પ્રિંયકા અને નિકના લગ્નને કવર કરવા સ્થાનીક અને બહારના પત્રકાર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધી જવા માટે કોઇને પરવાનગી ન હતી. મળતા સમાચારો અનુસાર ત્યાં સિક્યોરિટી માટે બાઉંસર્સે મીડિયાને શૂટ કરવાથી રોક્યા જેના માટે જોધપુર પોલીસે બચાવ માટે આવવું પડ્યું હતું.



(ફોટો સાભાર: Yogen Shah)


લગ્ન બાદ સામે આવ્યા ફોટોઝમાં આતિશબાજીનો શાનદાર નજારો જોવા મળ્યી રહ્યો છે. ક્રિશ્ચિયન લગ્ન ઉમ્મેદ પેલેસના બેક લૉનમાં થાય છે.



(ફોટો સાભાર: Yogen Shah)


પ્રિયંકા અને નિકના લગ્નમાં ફેમિલ અને ફ્રેન્ડ્સ ઉપરાંત સેલિબ્રિટીઝ અને કુલ 80 મહેમાનો શામેલ હતા. અંબાણી ફેમેલીથી શુક્રવારે પ્રિયંકાના સંગીત સેરેમનીમાં મુકેશ અંબાણી, પત્ની નિતા, પુત્રી ઇશા અને નાના પુત્ર-પુત્રવધુની સાથે પહોંચ્યા હતા. શનિવારે પ્રિયંકા-નિકના લગ્ન પર આકાશ અંબાણી તેની ફ્યૂચર પત્ની શ્લોકા મહેતા અને તેમના જમાઇ આનંદ પીરામલની સાથે પહોંચ્યો હતો.



(ફોટો સાભાર: Yogen Shah)


29 નવેમ્બરે શરૂ થયેલા આ લગ્નના સેલિબ્રેશન અત્યારે પણ ચાલી રહ્યું છે. રવિવાર 2 ડિસેમ્બરે નવી જોડી ભારતીય વીધીથી સાત ફેરા લેશે. મળી રહેલા સમાચારો અનુસાર જોધપુરમાં લગ્ન કર્યા બાદ આ કપલ મુંબઇ અને દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવા જઇ રહ્યાં છે. દિલ્હી પાર્ટીમાં પીએમ મોદીના આવવાની સંભાવનાઓ છે. ત્યારે મુંબઇના રિસેપ્શનમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળશે.