નવી દિલ્હી : રાજસ્થાનના જોધપુરમાં ચાર દિવસના ડેસ્ટિનેશન વેડિંગ બાદ હવે બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન પોપ સિંગર નિક જોનાસ ફેમિલી સાથે દિલ્હી પરત ફર્યાં છે. આ કપલે ફેમિલી અને સંબંધીઓ માટે 4 ડિસેમ્બરના રોજ એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું છે. હાલ, લગ્નના વિવિધ સમારોહમાં વ્યસ્ત પ્રિયંકાનું એક વાત પર ધ્યાન નહિ ગયું હોય, કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે. પ્રિયંકાને તેની આ ભૂલ વિશે પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા PETAએ ધ્યાન દોર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PETA (People for the Ethical Treatment of Animals) સંસ્થાએ ટ્વિટર પર તેની માહિતી આપી હતી. હકીકતમાં પ્રિયંકાએ પોતાના શાહી લગ્નમાં જોધપુરના ઉમેદભવન પેલેસમાં હાથી અને ઘોડાનો ઉપયોગ કર્યો છે. આ મામલે પેટાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, પ્રિય પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ. તમને લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ. પરંતુ અમને ખેદ છે કે, તમારી આ ખુશી પ્રાણીઓ માટે સારો દિવસ નથી બની શક્યો. હવે લોકો હાથી અને ઘોડાનો ઉપયોગ નથી કરી રહ્યાં. કેમ કે, તેમને ચાબૂકથી કન્ટ્રોલ કરવામાં આવે છે. સાથે જ પેટા દ્વારા એક વીડિયો પણ શેર કરાયો છે, જેમાં બતાવાયું છે કે કેવી રીતે ઘોડા અને હાથીઓનો લગ્ન દરમિયાન ઉપયોગ માટે કન્ટ્રોલ કરવામાં આવે છે. જોકે, હજી સુધી પ્રિયંકા અને નિક તરફથી આ ટ્વિટ પર કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. 



બીજી તરફ, સોશિયલ મીડિયા પર લોકો પ્રિયંકાના લગ્નમાં થયેલી આતશબાજી પર પણ સવાલો ઉઠાવી રહ્યાં છે. પ્રિયંકાના લગ્નમાં થયેલ આતશબાજીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. સાથે જ પ્રિયંકાના કેટલાક જૂના વીડિયો પણ વાઈરલ થઈ રહ્યાં છે, જેમાં તે લોકોને પ્રદૂષણ ન ફેલવવા માટે દિવાળીમાં ફટાકડા ન ફોડવાની અપીલ કરતી નજર આવી રહી છે.