Photo: પ્રિયંકાની મહેંદીની પહેલી તસવીર, રાજસ્થાની રંગમાં રંગાયા વિદેશી વરઘોડીયા
આ ફોટોમાં બંને ફેમેલી અને મિત્રો મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. જણાવી દઇએ કે જોધપુરના ઉમ્મેદ પેલેશમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે 1 ડિસેમ્બરે ક્રિશ્ચિયન વીધીથી લગ્ન કર્યા છે.
નવી દિલ્હી: દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્ન વિધિનો ફોટો શેર કરી છે. પ્રિયંકા ચોપડાએ તેની મહેંદી સેરેમનીની ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં બંને ફેમેલી અને મિત્રો મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. જણાવી દઇએ કે જોધપુરના ઉમ્મેદ પેલેશમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે 1 ડિસેમ્બરે ક્રિશ્ચિયન વીધીથી લગ્ન કર્યા છે.
પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે આ સંબંધમાં આપણા બંને વિશેની શ્રેષ્ઠ વાત એ હતી કે અમને બે પરિવારોને જોડાવાની તક મળી, જેઓ એકબીજાને પ્રેમ કરે છે અને સન્માન કરે છે. આપણા લગ્નનો પ્લાન કરવો ખરેખરમાં સુખદ રહી છે. ભારતીય છોકરીના લગ્નની સૌથી ખાસ વીધી મહેંદી છે. અમે એકવાર ફરીથી અમારી પસંદગી સાથે બધું કર્યું અને બપોરે આ ઉજવણી આપણા સ્વપ્નને પરિપૂર્ણ કરવા જેવી હતી.
પ્રિયંકાએ શેર કરેલા ફોટોમાં બંને ફેમેલી ટ્રેડિશનલ ઇન્ડિયન કપડામાં જોવા મળી રહી છે. આ સાથે પ્રિયંકાએ મહેંદીની વીધીમાં ખુબ જ સુંદર અને કલરફુલ લહેંગો પહેર્યો છે.
તમને જણાવી દઇએ કે 29 નવેમ્બરે શરૂ થયેલું આ લગ્નનું સેલિબ્રેશન અત્યારે પણ બાકી છે. રવિવારે 2 ડિસેમ્બરે આ કલપ ભારતીય વીધીથી સાત ફેરા લેશે. મળી રહેલા સમચારો અનુસાર જોધપુરમાં લગ્ન કર્યા પછી આ કપલ મુંબઇ અને દિલ્હીમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. દિલ્હીની પાર્ટીમાં પીએમ નરેન્દ્ર મોદીના આવવાની સંભાવનાઓ છે. તો ત્યારે મુંબઇના રિસેપ્શનમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળશે.