લખનૌ: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે આજે સત્તામાં નફરતની બોલબાલા છે તેને બદલવા માંગુ છું. તેને મહિલાઓ બદલી શકે છે. જો દેશને જાતિવાદ અને ધર્મના રાજકારણથી બહાર કાઢીને સમતાની રાજનીતિ તરફ લઈ જવો હોય તો મહિલાઓએ આગળ આવવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધીનું વચન
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે અમારી પહેલી પ્રતિજ્ઞામાં નક્કી કરાયું છે કે યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધશે તો રાષ્ટ્રીય સ્તરે પણ વધશે. હું હાલ યુપીની ઈન્ચાર્જ છું. જે મહિલાઓ છે તે એકજૂથ થઈને એક ફોર્સ બનતી નથી. તેમને પણ જાતિઓમાં વહેંચવામાં આવી રહ્યા છે. વિચારવાનું એ છે કે મહિલાઓએ જાતિ અને પ્રદેશથી ઉપર ઉઠીને એક સાથે લડવાનું છે. 


મહિલાઓને 50 ટકા ટિકિટ આપવા માંગતી હતી- પ્રિયંકા
તેમણે વધુમાં કહ્યું કે જો મારું ચાલત તો મહિલાઓને 50 ટકા ટિકિટ આપત. આ એક પ્રોસેસ હોય છે અને શરૂઆત હોય છે. મને કોઈ ખોટું લાગતું નથી. અમને ઉમેદવાર મળશે અને લડશે પણ. તેઓ આ વખતે નહીં તો આગામી વખતે મજબૂત થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube