કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા. પ્રિયંકા ગાંધી WFI ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોના ધરણામાં જોડાયા છે. અત્રે જણાવવાનું કે પહેલવાનો પહેલા જ કહી ચૂક્યા છે કે આ વખતે તેઓ નેતાઓને પોતાના ધરણામાં આવવા નહીં દે. જે પણ આ લડતમાં અમારો સાથ આપવા માંગતા હોય તે આપી શકે છે. દિલ્હીના જંતર મંતર ખાતે પહેલવાનોના સાતમા દિવસે પણ ધરણા ચાલુ છે. પ્રિયંકા ગાંધીએ પહેલવાનો સાથે વાત કરી. કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા પણ ધરણામાં સામેલ થયા. એવું કહેવાય છે કે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ જંતર મંતર પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધીના સવાલ
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 2 એફઆઈઆર નોંધાઈ છે પરંતુ તેની કોપી હજુ સુધી મળી નથી. એફઆઈઆરમાં શું લખ્યું છે તે પણ જણાવવામાં આવ્યું નથી. આ છોકરીઓ જ્યારે મેડલ જીતીને આવે છે ત્યારે બધા વખાણ કરે છે. પરંતુ આજે જ્યારે તે રસ્તા પર ન્યાય માટે બેઠી છે ત્યારે કોઈ સાંભળનારું નથી. હજુ સુધી WFI ચીફનું રાજીનામું પડ્યું નથી. તપાસ ચાલુ છે પરંતુ તેમને પદ પરથી હટાવવામાં  આવ્યા નથી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube