નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે ઉત્તર પ્રદેશના બુંદેલખંડ સાથે જોડાયેલ પાર્ટીના અનેક નેતાઓ તેમજ કાર્યકર્તાઓની સાથે બેઠક કરી અને તેમને કહ્યું કે, તે ઉપરથી કોઈ ચમત્કાર નથી કરી શક્તી, પરંતુ પાર્ટીની જીત નક્કી કરવા માટે કોંગ્રેસ સાથે જોડાયેલ તમામ લોકોએ સંગઠિત થવું પડશે અને સહયોગ આપવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા શહીદોને ZEE મીડિયાના શત શત નમન, આજે તમારી 2 મિનીટ શહીદોને આપો 


તેમણે એમ પણ કહ્યું કે, પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં સામેલ નેતાઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસનો વોરરૂમ કહેવાતા 15 ગુરુદ્વારા રકાબગંજ રોડ પર અંદાજે સવા કલાકની બેઠકમાં પ્રિયંકાએ બુંદેલખંડમાં પાર્ટીની સંગઠન સ્થિતિની સમીક્ષા કરી હતી. 


બેઠકમાં હાજર એક નેતાએ જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે- બૂથ સ્તર પર કોંગ્રેસને મજબૂત કરવુ પડશે. હું ઉપરથી કોઈ ચમત્કાર નથી કરી શક્તી, પાર્ટીની જીત તમારા લોકોના સંગઠિત થઈને કામ કરવામાં જ છે અને મારો પૂરતો સહયોગ કરવો પડશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મહાસચિવે એમ પણ સ્પષ્ટ કર્યું કે, જે નેતા પાર્ટી વિરોધી ગતિવિધીઓમાં સામેલ મળશે, તેમને બહારનો રસ્તો બતાવવામાં આવશે. 


શું ICJમાં કુલભૂષણ જાધવની દલીલ વખતે પાકિસ્તાની જજને હાર્ટ એટેક આવ્યો હતો?


આ બેઠક દરમિયાન ઝાંસી સાથે જોડાયેલા નેતાઓએ પ્રિયંકાને રાણી લક્ષ્મીબાઈની પ્રતિમા ભેટ કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે તેમને ઝાંસીની રાણીની મૂર્તિ ભેટ કરી, જે અંગે તેમણે કહ્યું કે, રામી લક્ષ્મીબાઈથી પ્રેરણા મળે છે. 


ઉલ્લેખનીય છે કે, ગત 23 જાન્યુઆરીના રોજ પ્રિયંકા મહાસચિવ-પ્રભારી (પૂર્વીય ઉત્તર પ્રદેશ) અને જ્યોતિરાદિત્યને મહાસચિવ-પ્રભારી (પશ્ચિમ ઉત્તર પ્રદેશ) નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રિયંકાને 41 અને સિંધીયાને 39 લોકસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે. 


ભારતના અન્ય સમાચાર માટે કરો ક્લિક