નવી દિલ્હી: શાળા અને કોલેજોમાં મુસ્લિમ યુવતીઓના હિજાબ પહેરવા અંગે કર્ણાટકમાં શરૂ થયેલો વિવાદ હવે તૂલ પકડી રહ્યો છે. આ વિવાદમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ મહિલાઓનો અધિકાર છે કે તેઓ શું પહેરવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું પહેરવું છે તે મહિલાઓનો હક- પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને હિજાબ વિવાદ પર પોતાનો મત રજૂ કર્યો અને લખ્યું કે બિકિની હોય, ઘૂંઘટ હોય કે જીન્સ કે પછી હિજાબ. મહિલાઓનો તે હક છે કે તેઓ શું પહેરવા ઈચ્છે છે. 


પ્રિયંકાએ 'લડકી હું લડ સકતી હું' નો કર્યો ઉલ્લેખ
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વધુમાં લખ્યું કે મહિલાઓને આ અધિકાર બંધારણ તરફથી અપાયો છે. મહિલાઓનું ઉત્પીડન બંધ કરવામાં આવે. આ સાથે જ તેમણે પોતાની ટ્વીટમાં લડકી હું લડ સકતી હુંનો પણ ઉલ્લેખ કર્યો. જેના પર રાહુલ ગાંધીએ પણ પ્રિયંકાનો સપોર્ટ કર્યો અને તેમના ટ્વીટ પર થમ્સ અપ કમેન્ટ કરી. 


3 દિવસ સુધી પહાડની બખોલમાં ફસાયેલો રહ્યો યુવક, ફોર્સની મદદથી આ રીતે બચ્યો જીવ


હાઈકોર્ટમાં સુનાવણી
કર્ણાટકના ઉડુપીમાં હિજાબ વિવાદ પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. વિવાદ એટલો વધી ગયો કે રાજ્યની શાળા અને કોલેજોને 3 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપવો પડ્યો. હવે મધ્ય પ્રદેશ સરકાર પણ શાળાઓમાં ડ્રેસ કોડ લાવવાની તૈયારી કરી રહી છે. 


લો બોલો! આ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ એક જ ગઠબંધનનો બની ગયા ભાગ, જાણો કેવી રીતે શક્ય બન્યું?


હિજાબ વિવાદમાં મલાલા યુસુફઝઈની પણ ટ્વીટ
આ મામલે મલાલા યુસુફઝઈની પણ ટ્વીટ આવી છે. મલાલાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે છોકરીઓને હિજાબ પહેરીને શાળાઓમાં જતી રોકવી ડરાવે છે. પાકિસ્તાનમાં પણ આ મુદ્દે મોટી સંખ્યામાં ટ્વીટ થઈ રહી છે. આ રીતે પાડોશી દુશ્મન દેશ અને તેના લોકો ભારત વિરુદ્ધ આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે બખેડો ઊભો કરવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube