પ્રિયંકા ગાંધીએ ખાલી કર્યો સરકારી બંગલો, અહીં હશે નવો આશિયાના
કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ નવી દિલ્હી લોધી એસ્ટેટ સ્થિત 35 નંબર સરકારી બંગલો (lutyens bungalow) ખાલી કરી દીધો છે. પ્રિયંકાને આ બંગલો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1997માં ફાળવવામાં આવ્યો હતો.
નવી દિલ્હી: કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ નવી દિલ્હી લોધી એસ્ટેટ સ્થિત 35 નંબર સરકારી બંગલો (lutyens bungalow) ખાલી કરી દીધો છે. પ્રિયંકાને આ બંગલો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1997માં ફાળવવામાં આવ્યો હતો.
પરંતુ SPG સુરક્ષા દુર થયા બાદ પ્રિયંકાને 31 જુલાઇ પહેલાં એટલે કે 1 ઓગસ્ટ સુધી સરકારી બંગલો ખાલી કરવાની નોટીસ આપી હતી. કેન્દ્રીય આવાસ તથા શહેરી કાર્ય મંત્રાલય તરફથી આદેશમાં કહેવામાં આવ્યું હતું, એસપીજી સુરક્ષા પરત લીધા બાદ આવાસ '35 લોધી એસ્ટેટ' ખાલી કરવો પડશે કારણ કે ઝેડ પ્લસની શ્રેણીવાળી સુરક્ષામાં આ આવાસની સુવિધા નહી મળે.
પ્રિયંકાના ગયા બાદ હવે આ બંગલામાં ઉત્તરાખંડથી રાજ્યસભા સાંસદ તથા ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનિલ બલૂની રહેશે. એક જુલાઇના રોજ કેન્દ્રીય શહેરી તથા આવાસ મંત્રાલયે પ્રિયંકા લોધી એસ્ટેટ સ્થિત ટાઇપ 6, આવાસ નંબર 35ને ખાલી કરવાનો આદેશ જાહેર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા વાડ્રા ગુરૂગ્રામમાં પોતાના નવો બંગલો બનાવશે. તેમણે આ ફ્લેટ પણ ખરીદી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube