VIDEO: પ્રિયંકા ગાંધીએ હાથમાં સાપ પકડી લેતા જ સુરક્ષાકર્મીઓના ઉડ્યા હોશ
યુપીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું.
રાયબરેલી: યુપીના રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું. ગુરુવારે 2જી મેના રોજ માતા અને કોંગ્રેસના રાયબરેલીના ઉમેદવાર સોનિયા ગાંધીના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી સાંપો સાથે રમતા જોવા મળ્યાં.
સપેરા સાથે મુલાકાત
પ્રિયંકા ગાંધી છેલ્લા કેટલાય સમયથી રાયબરેલી અને અમેઠીમાં જ ફરી રહ્યાં છે. રાયબરેલીના બીજા દિવસના પ્રવાસે પ્રિયંકા ગાંધી વાડ્રા પુરવા ગામે પહોંચ્યા હતાં. અહીં તેમણે સપેરાઓની મુલાકાત લીધી અને તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી.
બેનરો લગાવીને ગઢચિરોળી હુમલાની નક્સલીઓએ લીધી જવાબદારી, આપી ધમકી
સાંપ અંગે લીધી જાણકારી
સપેરાઓએ પ્રિયંકાને જણાવ્યું કે તેઓ આ સાંપની મદદથી રોજ 200 રૂપિયા કમાઈ લે છે. તેમની સમસ્યાઓ જાણ્યા બાદ તેઓ ત્યાં હાજર સાંપ અંગે જાણકારી લેવા લાગ્યાં.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...