નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદથી રાજીનામું આપવાને લઇને તેમની બહેન અને પાર્ટી માહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમની પ્રશંસા કરી છે. પ્રિયંકાએ રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદને છોડવાના નિર્ણયને હિંમતભર્યું પગલું ગણાવ્યું અને કહ્યું કે, બહુ ઓછા લોકો આવી હિંમત હોય છે જે તમે દેખાડી છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખયું, ‘બહુ ઓછા લોકો આવી હિંમત હોય છે જે તમે કર્યું છે, તમારા નિર્ણયનો દિલથી સન્માન કરું છું.’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કાવડ યાત્રામાં ડીજે અને માઇક પર નહીં લાગે પ્રતિબંધ, માત્ર વાગશે ભજન: CM યોગી


જણાવી દઇએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે જાહેરાત કરી હતી. રાહુલે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કહ્યું, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે હું 2019ની ચૂંટણીનું નુકસાન માટે જવાબદાર છું. અમારી પાર્ટીના ભવિષ્યના વિકાસ માટે જવાબદારી મહત્વપૂર્ણ છે. આ કારણ છે કે, હું કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.


પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા, અમદાવાદમાં અમિત શાહે કરી પૂજા


રાહુલે ચાર પેજનો એક પત્ર પણ લક્યો જેમાં તેમણે કહ્યું, પાર્ટીના પુન:નિર્માણ માટે કઠોર નિર્ણયોની આવશ્યકતા હોય છે અને 2019ની નિષ્ફળતા માટે કેટલાક લોકોને જવાબદાર બનવું પડશે. તેમના પત્રમાં રાહુલે કહ્યું, આરએસએસ ભાજપના વિચારધારાના માતા-પિતા, દેશના સંસ્થાકીય માળખા પર કબજે કરવામાં સફળ રહ્યા. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવવાની માગ કરી.


વધુમાં વાંચો:- હૌઝ કાજી મંદિર કેસ: પોલીસે અત્યાર સુધીમાં 4 માઇનોર સહિત 9 લોકોની કરી ધરપકડ


રાહુલે કહ્યું કે, અમે ચૂંટણી કોઇ રાજકિય પાર્ટીની સામે નહીં પરંતુ અમે ભારતીય રાજ્યની સમગ્ર મશીનરીથી લડાઈ લડ્યા, જે દરેક સંસ્થા વિપક્ષના વિરુદ્ધ હતા. તેનાથી સાબિત થઇ ગયું છે કે, અમારી સંસ્થાગત તટસ્થતા હવે ભારતમાં હાજર નથી. રાહુલે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપોને અટકાવી શકતી નથી. તેમણે કહ્યું કે, કોઇપણ કિંમત અથવા પ્રચાર ક્યારે સત્યના પ્રકાશને છૂપાવી શકતા નથી.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...