પુલપલ્લી/મનંતવાડી: લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાના મતદાન અગાઉ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શનિવારે નિશાન સાધતા કહ્યું કે અત્યારના જેવી નબળી સરકાર અગાઉ ક્યારેય જોવા નથી મળી અને આટલા 'નબળા વડાપ્રધાન' પણ ક્યારેય રહ્યાં નહતાં.  વાયનાડમાં ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ જાણવા માંગે છે કે શું સરકારની નીતિઓની ટીકા કરનારાનો અવાજ દબાવવો એ 'રાષ્ટ્રવાદ' છે. જેના જવાબમાં પીયૂષ ગોયલે કહ્યું કે આનાથી સારી મજાક બીજી કોઈ ન હોઈ શકે. આ પીએમ મોદીની હિંમત જ છે કે દુશ્મનોને ખતમ કરવા માટે અમે એલઓસી પાર કરી અને બાલાકોટમાં તેમના પર હુમલો કર્યો. તેના કારણે આજે પાકિસ્તાન ડરેલુ છે અને આખી દુનિયા ભારત સાથે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે જેમણે તેમને સત્તામાં બેસાડ્યાં તે લોકોનો વિશ્વાસઘાત કર્યો છે. ભાઈની જોરદાર તરફેણ કરતા પૂર્વ ઉત્તર પ્રદેશ મામલાના પ્રભારી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડમાં ચાર રેલીઓમાં ભાગ લીધો અને ખેડૂતોની પણ મુલાકાત કરી. આ અવસરે પ્રિયંકાની પુત્રી મિરાયા અને પુત્ર રેહાન પણ તેમની સાથે હતાં. રાહુલ ઉત્તર પ્રદેશના અમેઠીથી પણ  ચૂંટણી લડી રહ્યાં છે. 


પુલપલ્લીમાં ખેડૂતોની વિશાળ રેલીને સંબોધતા પ્રિયંકાએ રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવ્યાં હતાં. તેમણે કહ્યું કે લોકોને એક એવા વડાપ્રધાન જોઈએ  છે જે તેમનું સન્માન કરે અને પોતે આપેલા વચનોને  બેદરકારીથી ફગાવે નહીં. તેમણે કહ્યું કે વાઈનાડના ભાઈ-બહેનો મેં ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં સત્તામાં રહેલી આ સરકાર જેટલી નબળી સરકાર ક્યારેય જોઈ નથી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...