રાણા કપૂર પર પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી એક પેંન્ટિંગ બે કરોડમાં ખરીદવાનો આરોપ, કોંગ્રેસે કહ્યું...
યસ બેંકને લઇને સરકારને ઘેરી રહેલી કોંગ્રેસ પાર્ટી હવે પ્રિયંકા ગાંધી અને બેંકના ફાઉન્ડર રાણા કપૂરના `સોદો` પર સફાઇ આપતી ફરે ચે તો ભાજપે કહ્યું કે ભારતમાં દરેક નાણાકીય અપરાધ ગાંધી પરિવાર સાથે જોડાયેલા હોય છે.
નવી દિલ્હી: યસ બેંક (Yes Bank)ના સંસ્થાપક રાણા કપૂર દ્વારા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) પાસેથી 2 કરોડની પેંન્ટિંગ ખરીદવાના કેસ જોર પકડ્યું છે. ભાજપ (BJP) એ આ મામલે કોંગ્રેસ અને યસ બેંક સંસ્થાપક બંનેને આડે હાથ લીધા છે. યસ બેંકને લઇને સરકારને ઘેરી રહેલી કોંગ્રેસ પાર્ટી હવે પ્રિયંકા ગાંધી અને બેંકના ફાઉન્ડર રાણા કપૂરના 'સોદો' પર સફાઇ આપતી ફરે ચે તો ભાજપે કહ્યું કે ભારતમાં દરેક નાણાકીય અપરાધ ગાંધી પરિવાર સાથે જોડાયેલા હોય છે. રાણા કપૂરની ધરપકડ બાદ આ જાણકારી સામે આવી છે કોંગ્રેસ પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેંન્ટિંગ રાણા કપૂરે 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
સંબિત પાત્રાએ કર્યો કટાક્ષ
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ દ્વારા એક ફોટો પોસ્ટ કરતાં કહ્યું કે આ તે પેન્ટિંગ છે ને? આ પેંન્ટિંગમાં એક મહિલા ટેબલ નીચે પૈસા અને ફાઇલની લેણદેણ કરતી જોવા મળી રહી છે. શુક્રવારે ભાજપે રાણા કપૂરની સાથે પી. ચિદંબરમનો ફોટો બતાવતાં કોંગ્રેસ પાર્ટીને ઘેરી હતી. BJPના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયએ એક મીડિયા રિપોર્ટનો અહેવાલો આપતાં ટ્વિટ કરી આરોપ લગાવ્યો હતો કે ''દરેક નાણાકીય અપરાધનું ગાંધી પરિવાર સાથે કનેક્શન મળે છે. રાણા કપૂરે પ્રિયંકા ગાંધી પાસેથી પેંન્ટિંગ ખરીદી.
કોંગ્રેસ આવી બચાવમાં
કેસની ગંભીરતાને જોતાં પણ બચાવમાં આવી ગઇ છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એ પણ કહ્યું હતું કે પ્રિયંકાએ રાજીવ ગાંધીના ચિત્રવાળી હુસૈનની જે પેંન્ટિંગ વેચી હતી તેની ચૂકવણી ચેક દ્વારા થઇ હતી અને તેનાપર ટેક્સ પણ આપ્યો હતો. સુરજેવાલાએ ટ્વિટ કર્યું 'એમએફ હુસૈનની પેંન્ટિંગ 10 વર્ષ પહેલાં પ્રિયંકાજીએ રાણા કપૂરને વેચી અને તેનો પોતાના રિટર્નમાં ઉલ્લેખ પણ કર્યો હતો. તેનું મોદી સરકારમાં અનપેક્ષિત રીતે આપવામાં આવેલા બે લાખ કરોડ રૂપિયાની લોન સાથે કેવી રીતે સંબંધ હોઇ શકે છે.તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓ સાથે રાણા કપૂરની નિકટતા બધાને ખબર છે.
ઉલ્લેખનીય છે કે યસ બેંકના તૂટતા શેર અને નબળી સ્થિતિને જોતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ ગુરૂવારે જ બેંકના કામકાજ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઇએ કે યસ બેંકની 1000 બ્રાંચ અને 1800 એટીએમ છે. આખા દેશભરમાં યસ બેંકના 29 લાખ ગ્રાહક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube