પ્રિયંકા ગાંધી PM મોદી વિરુદ્ધ વારાણસીથી નહીં લડે ચૂંટણી, જાણો કોંગ્રેસે કોને આપી ટિકિટ
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ પાર્ટીએ વારાણસી બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ પાર્ટીએ વારાણસી બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ બેઠક પરથી અગાઉ પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડશે તેવા અહેવાલો આવી રહ્યાં હતાં. પરંતુ આજે કોંગ્રેસે આ બેઠક પરથી ઉમેદવારનું નામ જાહેર કરીને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યો છે. વારાણસી બેઠક પરથી કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે. અત્રે જણાવવાનું કે અજય રાય અગાઉ પણ આ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે. ગત વખતે 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ત્રીજા સ્થાને રહ્યાં હતાં. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં પણ અજય રાય ત્રીજા સ્થાને જ રહ્યાં હતાં.
PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો, NDAના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
અત્રે જણાવવાનું કે આ બેઠક માટે સતત એવી અટકળો હતી કે પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડશે. અનેકવાર મીડિયા દ્વારા આ બેઠક પરથી ચૂંટણી લડવાના સવાર પર પ્રિયંકા ગાંધીએ પોતે કહ્યું હતું કે પાર્ટી તેમને જ્યાંથી ચૂંટણી લડવાનું કહેશે ત્યાંથી તેઓ લડશે. એકવાર તો પ્રિયંકા ગાંધીએ પોતે વારાણસીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જુઓ LIVE TV