કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાહુલની બાજુના રૂમમાં બેસશે પ્રિયંકા ગાંધી વાડ્રા
કોંગ્રેસના વડામથક ખાતે કોંગ્રેસ અધ્યક્ષની બાજુવાળો રૂમ પ્રિયંકાને ફાળવવામાં આવ્યો છે, જ્યાં રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષ તરીકે બેસતા હતા
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પક્ષના વડામથક ખાતે પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રૂમની બાજુમાં આવેલા રૂમમાં બેસશે. તાજેતરમાં જ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરનારા પ્રિયંકા ગાંધીએ હજુ આધિકારીક રીતે પદભાર સંભાળ્યો નથી. જોકે, એવા સમાચાર છે કે વિદેશથી પાછા ફર્યા બાદ તેઓ ઉત્તરપ્રદેશમાં પક્ષની ગતિવિધિઓ અને રણનીતિ અંગે સતત બેઠક કરી રહ્યા છે.
પક્ષના સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસના વડામથક ખાતે પક્ષના અધ્યક્ષની બાજુનો રૂમ જ પ્રિયંકા માટે ફાળવવામાં આવ્યો છે. અહીં રાહુલ ગાંધી ઉપાધ્યક્ષ તરીકે બેસતા હતા. કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રિયંકાના આ રૂમની નજીક જ પક્ષના વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલઅને મોતીલાલ વોરાના પણ રૂમ આવેલા છે.
મમતા બેનરજીએ ધરણા સમાપ્ત કરવાની કરી જાહેરાત, હવે દિલ્હીમાં લડશે લડાઈ
પ્રિયંકા-રાહુલની મુલાકાત
આ અગાઉ પ્રિયંકા ગાંધીએ સોમવારે વિદેશથી પાછા ફર્યા બાદ રાહુલ ગાંધી સાથે તુગલક રોડ પર તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે ગુરૂવારે સાંજે દિલ્હીમાં યોજાઈ રહેલી પક્ષના મહામંત્રીઓ અને વિવિધ રાજ્યોનાં પ્રભારીઓની બેઠકમાં પણ પ્રિયંકા ભાગ લેશે.
રાહુલે શનિવારે દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓની પણ બેઠક બોલાવી છે, જેથી સામાન્ય ચૂંટણીની સમીક્ષા કરી શકાય.
ધૂણીને લગ્ન કરાવાનો દાવો કરનાર ધૂતારા ભૂવાનો પર્દાફાશ, હજારો રૂપિયાની કરતો વીધી
એવું કહેવાય છે કે, પ્રિયંકાએ કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે મળીને પૂર્વ ઉત્તરપ્રદેશ માટેની ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરી છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાને બનાવાયા છે.