પયગંબર વિવાદઃ અલકાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલાની આપી ધમકી, મુંબઈ, ગુજરાત નિશાના પર
એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને અલકાયદાએ આ ધમકી આપી છે.
નવી દિલ્હીઃ આતંકવાદી સમૂહ અલકાયદાએ ભારતમાં હુમલાની ધમકી આપી છે. અલકાયદાએ 6 જૂને પોતાના સત્તાવાર લેટરમાં ધમકી આપતા કહ્યું કે તે ગુજરાત, મુંબઈ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર છે. એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીને લઈને અલકાયદાએ આ ધમકી આપી છે.
અલકાયદાએ કહ્યું કે તે પયગંબરના સન્માન માટે લડવા દિલ્હી, ગુજરાત, મુંબઈ અને યુપીમાં આત્મઘાતી હુમલા શરૂ કરશે. અલકાયતાના પત્રમાં કહેવામાં આવ્યું- અમે તે લોકોને મારી નાખશુ જે અમારા પયગંબરનું અપમાન કરે છે અને અમે અમારા શરીર તથા અમારા બાળકોના શરીર પર વિસ્ફોટક બાંધીશું જેથી તે લોકોને ઉડાવી શકાય જે અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરે છે. ભગવા આતંકીઓએ હવે દિલ્હી, બોમ્બે, યુપી અને ગુજરાતમાં પોતાના અંતની રાહ જોવી જોઈએ.
Covid Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબૂ, એક દિવસમાં 81% કેસ વધ્યા, મુંબઈમાં ડબલ કેસ
પોતાના લેટરમાં આતંકી સંગઠને કહ્યું- કેટલાક દિવસ પહેલા હિન્દુત્વના પ્રચારકે ટીવી ડિબેટ દરમિયાન ઇસ્લામ ધર્મ અને પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું હતું. તેના નિવેદનથી વિશ્વના મુસ્લિમ સમાજની ભાવનાને ઠેસ પહોંચી. તેને કોઈ માફી નહીં મળે. આ મામલો નિંદા કે દુખ કોઈપણ શબ્દ સાથે બંધ થશે નહીં. અલકાયદાએ આગળ કહ્યું કે અમે બદલો લેશું. અમે બીજાને આ લડાઈમાં સામેલ થવા માટે કહીશું.
નૂપુર શર્માને મળી સુરક્ષા
આ વચ્ચે દિલ્હી પોલીસે નૂપુર શર્મા અને તેના પરિવારના સભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. શર્માએ જાનથી મારવાની ધમકીની ફરિયાદ કરી હતી. મહત્વનું છે કે નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રૂપે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તે સતત ચર્ચામાં છે. તેની ટિપ્પણીએ નવા વિવાદને જન્મ આપી દીધો છે. ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડવાના આરોપમાં તેની વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવવામાં આવ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV