Lookout notice against Nupur Sharma: ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના પૈગંબર મોહમંદ પર આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઇને તણાવ વધતો જાય છે. આ દરમિયાન નૂપુર શર્મા પણ મુશ્કેલીથી ઘેરાતી જોવા મળી રહી છે. આ મામલે ઘણા કેસ દાખલ થઇ ચૂક્યા છે. આ કેસમાંથી એકમાં તેમના વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ પણ જાહેર કરવામાં આવી છે. કલકત્તા પોલીસે ભાજપની પૂર્વ પ્રવક્તા વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નૂપુર શર્મા વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ
પૈગંબર મોહમંદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે કલકત્તા પોલીસે નૂપુર શર્મા વિરૂદ્ધ ઘણી કલમો હેથળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે નૂપુર શર્માને પોલીસ સમક્ષ હાજર થવા ઘણી નોટીસ જાહેર કરવામાં આવી છે. હાજર થવાને નોટીસ છતાં નૂપુર શર્મા પોલેસ સામે હજુ સુધી હાજર થઇ નથી. અધિકારીઓ સમક્ષ ચાર વાર હાજર થવામાં નિષ્ફળ રહ્યા ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરૂદ્ધ શનિવારે લુકઆઉટ નોટીસ જાહેર કરી. 

Nupur Sharma Case: પૈગંબર મોહમંદ પર નૂપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં થઇ આ 5 મોટી ઘટનાઓ


ઘણા સમન છતાં પહોંચી નહી કલકત્તા
નૂપુર શર્માની ટિપ્પણી બાદ પશ્વિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન થયા હતા. ટ્રેનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેસ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે નૂપુર શર્મા એમહસ્ર્ટ સ્ટ્રીટ અને નારકેલડાંગા પોલીસ મથકના અધિકારી દ્રારા જાહેર કરવામાં સમન પર હાજર થવામાં વિફળ રહી છે. ઘણીવાર સમન જાહેર કર્યા બાદ અધિકારીઓ સમક્ષ નિષ્ફળ રહ્યા બાદ નૂપુર શર્માના વિરૂદ્ધ આજે શનિવારે લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી.  

Video: ઉદયપુર કાંડના આરોપીની કોર્ટમાં હાજરી વખતે ધોલાઇ, કોર્ટે NIA કસ્ટડીમાં મોકલ્યા


નૂપુર શર્માએ માંગ્યો હતો સમય
તેમણે જણાવ્યું કે બંને પોલીસ સ્ટેશનો તરફથી શર્માને બે-બે વાર સમન જાહેર થઇ ચૂક્યા છે. શર્મા વિરૂદ્ધ ગત મહિને પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયા બાદ સમન જાહેર કરવામાં આવ્યા હતા. શર્માએ કલકત્તાનો પ્રવાસ દરમિયાન તેના પર હુમલા થવાની આશંકા વ્યક્ત કરી હતી અને પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂ થવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube