નવી દિલ્હી: પયગંબર સાહબને લઈને અપાયેલા એક નિવેદન મુદ્દે આજે જુમ્માની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ બહાર મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ મામલે લોકો પૂર્વ બીજેપી નેતા નુપુર શર્માની ધરપકડની માંગણી કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે જામા મસ્જિદના શાહી ઈમામનું કહેવું છે કે મસ્જિદમાં વિરોધ પ્રદર્શન માટે કોઈ આહ્વાન કરાયું નહતું. આ વાત અમે ગુરુવારે જ સ્પષ્ટ કરી દીધી હતી. વિરોધ કરનારા કોણ છે એ અમે જાણતા નથી. મને લાગે છે કે AIMIM ના કે ઓવૈસીના લોકો હોઈ શકે છે. અમે સ્પષ્ટ કરી દીધુ હતું કે જો તેઓ વિરોધ કરવા માંગતા હોય તો તેઓ કરી શકે છે. પરંતુ અમે તેમનું સમર્થન કરીશું નહીં. આ મામલે દિલ્હી પોલીસનું પણ કહેવું છે કે નુપુર શર્મા અને નવીનકુમાર જિંદાલના નિવેદનોના વિરોધમાં જામા મસ્જિદ પરિસરમાં ભેગા થયેલા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. અમે ત્યાંથી લોકોને હટાવી દીધા છે. સ્થિતિ હવે કાબૂમાં છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube