અમિત શાહના ઘરે જઈ રહેલા પ્રદર્શનકારીઓ સાથે પોલીસે કરી વાત, પરત ફર્યા
દિલ્હી પોલીસ તરફથી એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને પૂછ્યું કે તે પોતાના પ્રતિનિધિમંડળના તે લોકો વિશે અમને માહિતી આપે જે અમિત શાહને મળવા ઈચ્છે છે.
નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહને મળવા જનારા પ્રદર્શનકારીઓ પરત ફરી ગયા છે. આ પહેલા સીએએ અને એનઆરસીના વિરોધમાં માર્ચ કાઢીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા જનારા પ્રદર્શનકારીઓને રોકવા માટે શાહીન બાગમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તથા પેરામિલિટ્રી ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જ્યાં જોઈન્ટ સીપી દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈપણ સ્થિતિમાં પ્રદર્શનકારીઓને આગળ જવા દેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીન બાગના પ્રદર્શનકારીઓની ગૃહપ્રધાન અમિત શાહ સાથે આજે મુલાકાત કરવાની વાત સામે આવી હતી. પરંતુ ગૃહપ્રધાન અને પ્રદર્શનકારીઓ વચ્ચે બેઠકને લઈને અત્યાર સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. હાલ દિલ્હી પોલીસ તરફથી પ્રદર્શનકારીઓને અમિત શાહને મળવાની મંજૂરી મળી નથી.
દિલ્હી પોલીસ તરફથી એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને પૂછ્યું કે તે પોતાના પ્રતિનિધિમંડળના તે લોકો વિશે અમને માહિતી આપે જે અમિત શાહને મળવા ઈચ્છે છે. પરંતુ તેમણે કહ્યું કે, તે બધા જવા ઈચ્છે છે, તેથી અમે તેને ઇનકાર કર્યો પરંતુ અમે જોશું કે અમે શું કરી શકીએ છીએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube