નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીમાં ચાલુ થયેલી હિંસાના પહેલા દિવસે (15 ડિસેમ્બર) કેટલાક ઉપદ્રવીઓ રસ્તાને કાંઠે ઉભેલી બાઇક દ્વારા પેટ્રોલ કાઢીને ગાડીઓમાં આગ લગાવી રહ્યા હતા. આ તોફાનીઓની કરતૂત સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઉપદ્રવીઓ હજી પણ પોલીસની પકડથી બહાર છે. પોલીસ સીસીટીવી ફુટેજની મદદથી આ તોફાનીઓને શોધી રહ્યા છે. જામિયા હિંસાના ચાર સીસીટીવી કેમેરાના ફુટેજમાં જોઇ શકાય છે કે, કઇ રીતે ઉપદ્રવીઓએ હિંસા કરી હતી. તેણે આગચાંપીને પથ્થરમારાથી સમગ્ર જામીયા વિસ્તારનો કાયદો અને વ્યવસ્થાની મજાક બનાવી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાડોશી પાંચ વર્ષની બાળકીને રમાડવાના બહાને કરતો હતો અડપલા અને...


આવી ગયા છે મહત્વના સમાચાર, રાજકોટવાસીઓ વાંચીને થથરી જશે


બીજી તરફ એક વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કેઉઉભેલી બાઇક નીક આવીને કેટલાક ઉપદ્રવીઓ પહોંચે છે અને પી તેમાં એક ઉપદ્રવી ગાડીને આગ લગાવે છે. જોત જોતામાં સમગ્ર મોટર સાઇકલ આગની ઝપટે આવી જાય છે અને પછી બાઇકમાં આગ લગાવનારા ઉપદ્રવીઓ સળગતી બાઇકને ઘસડતા DTC બસ તરફ લઇ જતા જોવા મળે છે. ચાર સીસીટીવી કેમેરામાં કેદ તોફાનીઓ અત્યાર સુધી પોલીસ ધરપકડથી બહાર છે. આ જ ફુટેજનાં આધારે પોલીસ તોફાનીઓને શોધી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube