બેંગ્લુરુ: અંતરીક્ષમાં સતત સફળતાના નવા શિખરો સર કરતુ ભારત એક એપ્રિલના રોજ એક નવો કિર્તીમાન સ્થાપવા જઈ રહ્યું છે. ઈસરો એમિસેટ ઉપગ્રહ અને અમેરિકા તથા સ્પેન સહિત 28 દેશોના ઉપગ્રહોને એક એપ્રિલના રોજ શ્રીહરિકોટાના અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કરશે. 


438 કિલોગ્રામના એમિસેટ અને અન્ય ઉપગ્રહો ચેન્નાઈથી 100 કિમી દૂર આવેલા શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રના પીએસએલવી સી-45 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. જો કે લોન્ચિંગ હવામાન પર નિર્ભર કરશે. આ માટે શ્રીહરિકોટાના અંતરીક્ષ કેન્દ્રમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...