નવી દિલ્હી: PUBG લવર્સ માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. હવે તમે તમારી પસંદગીની ગેમને ફરી રમવાની તૈયારીઓ કરો. PUBGને ફરી ભારતમાં રિલોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. ડેટા પ્રોટેક્શન માટે PUBGએ દુનિયાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટ (Microsoft)ની સાથે ભાગીદારી કરી છે. ટૂંક સમયમાં PUBG રિલોન્ચને લઇને સત્તાવાર જાહેરાત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 18 નવેમ્બરે લોન્ચ થશે વીવોની નવી Origin OS


PUBGનો ઉપયોગ કરશે માઇક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસ
ટેક વેબસાઈટ બિઝનેસ ઇનસાઇડર અનુસાર PUBGએ ભારતીય યૂઝર્સના ડેટાને પ્રોટેક્ટ કરવા માટે માઇક્રોસોફ્ટના ક્લાઉડ સર્વિસ અઝૂરે ને પસંદ કર્યું છે. PUBGની પરેન્ટ કંપની ક્રાફ્ટને માઇક્રોસોફ્ટની સાથે આ નવા પ્રોજેક્ટ માટે ભાગીદારી કરી છે. ડેટા પ્રાઇવેસી અને સિક્યોરિટી પર ભારત સરકારના નિયમોના હિસાબથી સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી યૂઝર્સના ડેટાને દેશમાં જ રાખવામાં આવે.


આ પણ વાંચો:- શું તમને પણ આવે છે ડરામણા સપના? આ રહ્યું એક ડિવાઇસ જે કરશે તમારી મદદ


આવશે નવું વેરિફિકેશન પ્રોસેસ
પ્રાપ્ત જાણકારી અનુસાર આ વખતે PUBG રમતા યૂઝર્સને નવી વેરિફેકશન પ્રોસેસથી પસાર થવું પડશે. આ પ્રોસેસ ભારતીય યૂઝર્સના ડેટાને પ્રોટેક્ટ કરવા માટે શરૂ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- સુરતના 2 યુવકોએ બનાવ્યું સસ્તામાં સસ્તુ ટેબલેટ


ઉલ્લેખનીય છે કે ભારત-ચીન સરહદ વિવાદ બાદ કેન્દ્ર સરકારે 224 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારત સરકારે આઇટી એક્ટના આર્ટિકલ 69એ અંતર્ગત આ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube