શ્રીનગર : જમ્મુ-કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકવાદી હૂમલામાં મરનારા જવાનોની સંખ્યા વધી 40 થઇ ગઇ છે. એક વરિષ્ઠ અધિકારી શુક્રવારે જણાવ્યું કે, દિલ્હીમાં સીઆરપીએફનાં મુખ્ય મથક કોર્ટ ઓફ ઇન્કવાયરી (COI)નાં આદેશ આપ્યા છે. જૈશ એ મોહમ્મદનાં એક આત્મઘાતી હૂમલાખોરે 100 કિલોગ્રામ વિસ્ફોટકથી લદાયેલા વાહનથી ગુરૂવારે પુલવામાં જિલ્લામાં સીઆરપીએફ જવાનોને લઇ જઇ રહેલી એક બસને ટક્કર મારી દીધી હતી. બીજી તરફ રાષ્ટ્રીય તપાસ એઝન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં અવંતીપુરામાં કુલ 40 જવાનો શહીદ થઇ ગયા હતા. પાંચ જવાન ઘાયલ છે. તેમણે જણાવ્યું કે, 38 જવાનોની ઓળખ કરી લેવામાં આવી છે અને બે શબોની ડીએનએ તથા ફોરેન્સીક તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોમાં સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટીનો એક જવાન પણ સમાવિષ્ટ છે જે કાફલા માટે રાજમાર્ગનાં અવરોધો હટાવવાનું કામ કરી રહ્યો હતો. 

હુમલા બાદ સીઆરપીએફએ કાશ્મીર ખીણ અને રાજ્યમાં અન્ય સ્થળો પર પોતાનાં તમામ પ્રતિષ્ઠાનોને સતર્ક રહેવા માટેનું એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે તથા પોતાનાં યૂનિટને સંપુર્ણ તૈયાર રહેવા માટે કહેવાયું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ અપાયા છે. દળે પોતાનાં અધિકારીક ટ્વીટર હેન્ડલર પર પણ એક સંદેશ પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે, અમે ભુલીશું પણ નહી અને અમે છોડીશું પણ નહી. 

સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, અમે પુલવામાં હૂમલાના પોતોના શહીદોને શ્રદ્ધાંજલી અર્પીત કરીએ છીએ અને પોતાનાં શહીદ ભાઇઓ અને તેના પરિવારો સાથે છીએ. આ વીભત્સ હૂમલાનો બદલો લેવાશે. દિલ્હી સુરક્ષા દળના મુખ્યમથક દ્વારા 36 જવાનોની યાદી બહાર પાડવામાં આવી છે જેની ઓળખ થઇ ચુકી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં મહાનિર્દેશક આર.આર ભટનાગર અને દળનાં વરિષ્ઠ અધિકારી ગૃહમંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સ્થિતીનો તાગ મેળવવા માટે કાશ્મીર રવાના થઇ ચુક્યા છે.