નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાના અવંતીપોરામાં સીઆરપીએફનાં જવાનો પર હૂમલામાં ઓછામાં ઓછા 40 જવાનોની શહાદત બાદ ભારત અને પાકિસ્તાનનાં સંબંધોમાં ફરી એકવાર ખટાશ આવી ગઇ છે. પાકિસ્તાનમાં ભારતનાં એમ્બેસેડર અજય બિસારિયાને પુલવામાં હૂમલા અંગે વિચાર વિમર્શ કરવા માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સુત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, પાકિસ્તાનમાં ભારતીય હાઇકમાન્ડ અજય બિસારિયાને પુલવામાં હૂમલા અંગે વિચાર વિમર્શ કરવા માટે તત્કાલ દિલ્હી બોલાવવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની રાજદુતને પણ હાજર રહેવા માટે જણાવાયું
અગાઉ ભારતે પુલવામામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠન દ્વારા હૂમલામાં લગભગ 40 સીઆરપીએફ જવાનોનાં મોત અંગે વિરોધ વ્યક્ત કરતા પાકિસ્તાનનાં ટોપનાં રાજદ્વારીને હાજર રહેવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન ભારત તરફથી આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરવાની સાથે વિરોધપત્ર (ડિમાર્શ) ઇશ્યું કરવામાં આવ્યું હતું. સુત્રોના અનુસાર વિદેશ સચિવે પાકિસ્તાનનાં હાઇકમિશ્નરને શુક્રવારે બપોરે 2 વાગ્યે વિદેશ મંત્રાલયમાં હાજર રહેવા માટે જણાવ્યું અને ગુરૂવારે પુલવામાં આતંકવાદી હૂમલા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. 

2017માં નિયુક્ત કરવામાં આવ્યા હતા ભારતીય હાઇકમિશ્નર
ઉલ્લેખનીય છે કે ગત્ત મહિને અજય બિસરિયા સહિત અનેક ભારતીય રાજદ્વારીઓને પાકિસ્તાનની કથિત પ્રતિષ્ઠિત ઇસ્લામાબાદ ક્લબનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. બિસરિયાએ ઇસ્લામાબાદમાં પોસ્ટીંગ મળ્યા બાદ આ ક્લબનાં સભ્યપદ માટે અરજી કરી હતી. નવેમ્બર 2017માં તેમને પાકિસ્તાનમાં ભારતીય હાઇકમિશ્નર બનાવવામાં આવ્યા હતા.