શ્રીનગરઃ પુલવામા હુમલા  (Pulwama Attack) ની બીજી વરસી પર જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) મોટુ ષડયંત્ર નિષ્ફળ થયું છે. સુરક્ષાદળોએ જમ્મુ બસ સ્ટેન્ડ  (Jammu Bus Stand) પાસેથી વિસ્ફોટ જપ્ત કર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી દિલબાગ સિંહ  (IG Jammu Kashmir Police Dilbagh Singh) એ પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે સુરક્ષા દળોની ચપળતાને કારણે એક મોટો હુમલો ટળી ગયો છે. તો બસ સ્ટેન્ડથી જપ્ત  IEDને લઈને જાણકારી આપતા કહ્યું કે, પાછલી રાત્રીએ સોહેલ નામના શંકાસ્પદને ડિટેન કરવામાં આવ્યો હતો. તેની પાસે એક બેગ હતી. આરોપી પાસેથી આશરે 7 કિલો આઈએડી જપ્ત થઈ છે. ઝડપાયેલ આરોપી નર્સિંગનો વિદ્યાર્થી હતો જે ચંદીગઢમાં અભ્યાસ કરી રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારને બનાવવાનો હતો નિશાન
તંજનના શાસકને પાકિસ્તાનનો ફોન આવ્યો હતો. આઈજીએ પત્રકાર પરિષદમાં આપેલી માહિતી પ્રમાણે આરોપીએ આ IED બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી ટ્રાફિક વાળી જગ્યા પર પ્લાન્ટ કરવાનો હતો. તે માટે તેને ચાર અન્ય લોકેશન પણ જણાવવામાં આવ્યા હતા. આતંકીને રઘુનાથ મંદિર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને જમ્મુ સોની બજાર, લખદાતા બજારમાં IED લગાવવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. 


આ પણ વાંચોઃ Toolkit Case : સુનાવણી દરમિયાન કોર્ટમાં રડવા લાગી એક્ટિવિસ્ટ દિશા રવિ, 5 દિવસના રિમાન્ડ મંજૂર


આ હતો આગળનો પ્લાન
સોહેલે તેમાંથી કોઈ એક જગ્યાએ IED રાખ્યો હતો. તેનાથી મોટો ધડાકો થઈ શકતો હતો. ત્યારબાદ તેનો પ્લાન શ્રીનગર જવાનો હતો. ત્યાં તે અલ બદ્ર તંઝીમના ગ્રાઉન્ડ વર્કર અખ્તર શકીલ ખાનને મળત. આ મામલાની જાણકારી ચંદીગઢના અન્ય એક વ્યક્તિ કાઝી વસીમને પણ હતી. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ સિવાય આબિદ નબીની ધરપકડ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ 'આંદોલનજીવી' શબ્દ પર સામનામાં લેખ લખી PM Modi પર નિશાન, કહ્યું- આ આઝાદીના આંદોલનનું અપમાન


ઉલ્લેખનીય છે કે ધ રિજિસ્ટન્ટ ફ્રંટ (TRF) ના આતંકવાદી ઝહૂર અહમદ રાઠેરની શનિવારે સાંબાના બારી બ્રાહ્નાથી ધરપકડ કરવામાં આવી હતી. લશ્કરે મુસ્તફા આ દરમિયાન આતંકી ગતિવિધિઓને લોકલ લેવલ પર લીડ કરી રહ્યો હતો. પોલીસ પ્રમાણે અલ બદ્ર અને ઔર ટીઆએએફ જમ્મુમાં બેઝ બનાવવા ઈચ્છતા હતા. અહીં આસપાસ ડ્રોન દ્વારા જે હથિયાર ફેંકવામાં આવતા હતા તેના દ્વારા નવું આતંકી નેટવર્ક ઉભુ કરવાની તૈયારી હતી. આતંકીઓએ કાશ્મીરના જે યુવાનો પંજાબમાં ભણતા હતા, તેનો ઉપયોગ હથિયાર લાવવા માટે કરવાનું ફરમાન જારી કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube