શ્રીનગર : પુલવામાં આતંકવાદી હૂમલા પર મોટી કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ 7 લોકોની ધરપકડ કરી છે. આ મુદ્દે સતત એક પછી એક દરોડા પાડવામાં આવી રહ્યા છે. 6 લોકોને સિંબૂ નબલ અને લારૂ વિસ્તારમાંથી જ્યારે એક વ્યક્તિની રામૂ ગાંવથી ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એઝન્સી (NIA)ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ટીમ જમ્મુ કાશ્મીર પહોંચ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનઆઇએની ટીમ જમ્મુ કાશ્મીરની પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ની નિષ્ણાંતોની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હુમલામાં સીઆરપીએફનાં 40 જવાનો શહીદ થઇ ગયા. બીજી તરફ સીઆરપીએફ કાફલા પર હૂમલાના જમ્મુ કાશ્મીર પહોંચેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદોને શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. ત્યાર બાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.  ગૃહમંત્રીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, હવે પછી જ્યારે પણ સૈનિકોનો મોટો કાફલો પસાર થશે ત્યારે તમામ ટ્રાફીક રોકી દેવામાં આવશે. તેનાથી સામાન્ય લોકોને થોડી સમસ્યા થશે પરંતુ તેના માટે અમે ક્ષમાપ્રાર્થી છીએ. 

ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કેટલાક તત્વોના તાર આઇએસઆઇએસ સાથે અને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે. અમે આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક લડાઇ લડી રહ્યા છીએ જે જીતીશું. સમગ્ર વિશ્વ આતંકવાદીઓ વિરુદ્ધની લડાઇમાં ભારત સાથે ઉભી છે. ભારત સરકાર શહીદોનાં પરિવાર સાથે ઉભી છે. તમામ રાજ્યોને અપીલ છે કે શહીદોનાં પરિવારની શક્ય તેટલી મદદ કરવામાં આવે.