કાશ્મીરમાં અનેક ગાઝી આવ્યા અને જતા રહ્યા... કાશ્મીરમાં ઘુસશે, જીવતો પરત નહી ફરે
લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન જીઓસી, 15મી કોરે આતંકવાદીઓ અને તેના વડાઓને આકરી ચેતવણી આપી હતી
શ્રીનગર : પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હૂમલા અને એન્કાઉન્ટર મુદ્દે મંગળવારે ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં લેફ્ટિનેંટ જનરલ કે.જે.એસ ઢિલ્લન, જીઓસી, 15મી કોરે આતંકવાદીઓ અને તેમના સરપરસ્તોને આકરી ચેતવણી ઉચ્ચારી હતી, સાથે જ ભારતીય સુરક્ષા દળોનાં આકરા ઇરાદા જે પણ વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે, અનેક ગાઝી આવ્યા અને જતા રહ્યા. સુરક્ષા દળોએ કહ્યું કે, આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ પાકિસ્તાની સેનાનું જ બાળક છે. તેમાં કોઇને શંકા નથી.
કુલભૂષણ કેસમાં જુસ્સાથી દલિલ કરી રહેલ પાકિસ્તાની વકીલની જજે ઝાટકણી કાઢી
લેફ્ટિનેંટ જનરલ કે.જે.એસ ઢિલ્લને આતંકવાદીઓ અંગે ચેતવણી ઉચ્ચારી...
- સીમા પારથી જે પણ કાશ્મીરમાં ઘુસશે, મારવામાં આવશે.
- જે કાશ્મીરમાં ઘુસશે, જિવતો પરત નહી ફરે.
- આતંકવાદી ઘટનાઓમાં સમાયેલા લોકો પર કોઇ રહેમદિલી નહી દેખાડે.
- કાશ્મીર માં જે બંદુક ઉઠાવશે, મારવામાં આવશે, આતંકવાદી રસ્તે નિકળેલા લોકોને ભારતીય સેના કડક સંદેશ આપશે.
- પુલવામાં હુમલામાં 100 ટકા આઇએસઆઇ અને પાકિસ્તાની સેનાનો હાથ છે
- જૈશ એ મોહમ્મદને પાકિસ્તાની સેના અને આઇએસઆઇ જ કંટ્રોલ કરે છે.