પુલવામા: ફિદાયી હુમલો કરતા પહેલા નરપિશાચ આદિલે પ્રેમથી દુર રહેવાની સલાહ આપી હતી
આતંકવાદીએ કહ્યું કે, આ સંદેશો તમારી સુધી પહોંચે તે પહેલા હું જન્નતમાં પહોંચી ગયો હઇશ, કાશ્મીરના લોકો માટે આ મારો અંતિમ સંદેશ છે
નવી દિલ્હી : પુલવામાં સીઆરપીએફ કાફલા પર હિચકારો આત્મઘાતી હૂમલો કરનારા આતંકવાદીએ ઘટનાની બરોબર પહેલા એક વીડિયો દ્વારા ઝેર ઓક્યું હતું. ઝેર ઓકતા તેણે જણાવ્યું કે, પ્રેમમાં ન પડો. આદિલ અહેમદ ડાર નામનો નરાધમ પુલવામાના જ ગુડીબાગ ગામનો રહેવાસી હતો. 20 વર્ષનાં આ નરાધમનો અંતિમ સંદેશ હતો. ડારે વિસ્ફોટકથી લદાયેલી સ્કોર્પિયો કારને સીઆરપીએફનાં જવાનોને લઇ જઇ રહેલા કાફલાની વચ્ચે ઘુસડીને એક વાહન સાથે ટકરાવી દીધી હતી. જેમાં ટ્રકમાં બેઠેલા 40 સીઆરપીએફનાં જવાનો શહીદ થઇ ગયા હતા.
સેક્યુલર નેતાઓ પર સોનુનો વ્યંગ: કહ્યું CRPFનાં જવાનો જ તો હતા દુ:ખી કેમ થવાનું ?
આતંકવાદીઓ વીડિયો સંદેશમાં કહ્યું હતું કે," આ સંદેશ જ્યા સુધી તમારી પાસે પહોંચશે, તે સમય સુધીમાં હું જન્નતમાં પહોંચી જઇશ. કાશ્મીરનાં લોકો માટે આ મારો અંતિમ સંદેશ છે. જૈશે આગને પ્રગટાવેલી રાખી છે અને ખબાર પરિસ્થિતીમાં ઉભા રહેવાનું કામ કર્યું છે. આવો, ગ્રુપનો હિસ્સો બનો અને આખરી રાતની તૈયારીઓ કરીએ." આ વીડિયો દ્વારા નરપિશાચે ભારત વિરુદ છેડવાની અપીલ કરી હતી. દક્ષિણ કાશ્મીરનાં પુલવામાંનો રહેવાસી આદિલ જૈશનો આત્મઘાતી આતંકવાદી હતો.
જાણો શા માટે પ્રેમથી દુર રહેવાની અપીલ કરી.
શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ, સાંસદોને હાજર રહેવા આદેશ, PMએ અર્પી શ્રદ્ધાંજલી
જૈશ એ મોહમ્મદની તરફથી બહાર પડાયેલા વીડિયોમાં આતંકવાદી ડાર યુવાનોને પ્રેમથી દુર રહેવાની અપીલ કરે છે. તે કહે છે કે મુસ્લિમ મહિલાઓ પરદામાં જ રહેવું જોઇએ. આટલું જ નહી તેઓ પોતાનાં પરિવાર, મિત્રો અને સંબંધોઓને સંબોધિત કરતા કહે છે કે ઇસ્લામ માટે તેની શહાદતનો જશ્ન મનાવે. માનવામાં આવી રહ્યું છે કે ડારે પ્રેમથી દુર રહેવાની અપીલ એટલા માટે કરી હતી કારણ કે ગત્ત થોડા મહિનાઓમાં સુરક્ષા દળોને એવા અનેક આતંકવાદીઓને પકડવામાં મદદ મળી હતી, જે કોઇ ગર્લફ્રેંડનાં ઘરે આવ્યા હતા અથવા તો તેમની સાથે રિલેશનમાં હતા.