નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા મોટા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પાર્થિવ દેહને આજે બપોરે તેમને ઘરે મોકલવામાં આવશે. સીઆરપીએફના સત્તાવાર સુત્રોનું કહેવું છે કે આ નક્કી કરવામાં આવ્યું છે કે જવાનોની અંતિમ ક્રિયામાં બળની તરફથી ડીઆઇજી આ કમાન્ડેન્ટ સ્તરના અધિકારીઓ સામેલ થશે. સાથે જ સીઆરપીએફની તરફથી શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાયતા પણ આપવામાં આવશે. જેના માટે તેમના બેંક ખાતના લીસ્ટ તૈયાર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પુલવામા હુમલો: કુમાર વિશ્વાસે લખ્યુ, ‘કંઠ મે કોઇ ગીલા ગોલા સા અટક રહા હૈ બાર બાર’


સીઆરપીએફના સુત્રો અનુસાર, હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહ તેમના પરિવારોને સોંપવામાં આવશે. ભારતીય વાયુસેનાના સી-17 વિમાનથી શહીદોના પ્રાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવશે. ત્યાં પાલમ એરપોર્ટ પર શહીરોના શ્રદ્ધાંજલી આપવામાં આવશે. સુત્રોના અનુસાર પીએમ મોદી દિલ્હીમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા પહોંચશે. જવાનોના પાર્થિવ શરીર જમ્મૂ-કાશ્મીરથી લાવવા માટે ભારતીય વાયૂસેનાના સી-17 વિમાન ગાઝિયાબાદના હિંડન એરબેઝથી શ્રીનગર માટે રવાના થાય છે. સૂત્રોના અનુસાર, શહીદ થયેલા જવાનોમાંથી 37 દેહમાંથી મોટાભાગની ઓળખ કરી લેવામાં આવી છે. તેમાંથી કેટલાક સ્થિતિ અંત્યત ખરાબ હોવાનું કારણ તેમની ઓળખ કરવામાં મુશ્કેલી થઇ રહી છે.


વધુમાં વાંચો: જવાનોની શહાદતથી ગુસ્સામાં CRPF, કહ્યું- ‘ના ભૂલીશું અને ના માફ કરીશું, અમે બદલો લઇશું’


ઘટનાના બાદથી ગૃહમંત્રાલય અને સીઆરપીએફની તરફથી આ જાણકારી મેળવવામાં આવી કે શહીદ થયેલા આ જવાનોના ઘર ક્યાં-ક્યાં છે અને તેમને સન્માનપૂર્વક તેમના ઘરો સુધી લઇ જવા માટે ખાસ રીતે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ શહીદ જવાનોને પરિજનોએ બેંક ખાતાની જણકારી પણ માગી છે. જેથી તેમની મદદ માટે બળની તરફથી સહાયતા વળતર આપવામાં આવી શકે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...