શ્રીનગર : પુલવામાના લેથપુરામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં થઇ રહેલી તપાસથી માહિતી મળે છે કે આ હુમલામાં આશરે 80 કિલો આડીએક્સ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં અમોનિયમ નાઇટ્રેટ અને બીજા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો. આ આરડીએક્સ પાકિસ્તાનથી પુંછના રસ્તે ઘુસાડવામાં આવ્યું હતું. 13 આતંકવાદીઓનાં ગ્રુપ દ્વારા 2018ના માર્ચ મહિનામાં સીમા પાર લાવવામાં આવ્યું હતું. પછી ધીમે ધીમે તેને દક્ષિણ કાશ્મીર શોપિયા પહોંચી ગયું. શોપિયાથી તેને ગેસ સિલિન્ડર અને કોલસાની થેલીઓમાં પુલવામાંના ત્રાલનાં મિડોરા ગામમાં પહોંચાડવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા: ભારતના પ્રયાસોના પગલે ફ્રાંસ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરાવશે

સુત્રો અનુસાર આ જૈશનાં 13 આતંકવાદીઓમાં કામરાન અને રશીદ ગાઝીનો પણ સમાવેશ થાય છે, જે આઇઇડી એક્સપર્ટ હતા. કામરાન પહેલા ઉત્તરી કાશ્મીર ગયા અને રશીદ દક્ષિણ કાશ્મીરમાં રહ્યો. બંન્ને સ્થળો પર આવા આતંકવાદીઓની શોધખોળ અભિયાન ચલાવાયું જે આત્મઘાતી બનાવવા માટે તૈયાર હોય. પછી રશીદ ગાઝીના સંપર્કમાં આવ્યો આદિલ ડાર. આદિસને મળતા જ આતંકવાદી કામરાન દક્ષિણ કાશ્મીરમાં મિડોરા ગામ ખાતે પરત ફર્યો. અહીં પાકિસ્તાની આતંકવાદી રશીદ ગાઝી અને કામરાન આદિલને તૈયાર કરવા લાગ્યા. અનેક મહિના સુધી 12માં ધોરણનો વિદ્યાર્થી આદિલનું બ્રેન વોશ કરવામાં આવ્યું. હવે આદિલ આત્મઘાતી હૂમલા માટે તૈયાર થયા તો હૂમલાની યોજના કામ ચાલુ થઇ. 


ઇમરાન ખાનના મંત્રીની શિયાળ લાળી: યુદ્ધ થશે તો ભારતના મંદિરોમાં ક્યારેય ઝાલર નહી વાગે

તપાસ સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે આરડીએક્સને કથિત રીતે પાકિસ્તાન સીમાથી લાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની સીમામાં ચાલી રહેલ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પોમાં પ્રશિક્ષિત આતંકવાદીઓને જ્યારે ભારતીય સીમામાં ધકેલવામાં આવે છે તો તેમને આરડીએક્સની ખુબ જ નાની માત્રા બારીક કોલસાની વચ્ચે રાખીને થમાવી દેવામાં આવે છે. 


જમ્મુમાં પરિસ્થિતી તંગ: રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન

સુત્રો અનુસાર ત્રાલ મિડોરામાં રચાયેલા કાવત્રું જ્યારે ફાઇનલ થયું. તો તક શોધવાની શરૂઆત થઇ. ત્યારે નિશ્ચય થયો કે સુરક્ષાદળોના કેમ્પોને નિશાન બનાવવાનાં બદલે ખુલા હુમલા કરવાની યોજના બનાવાઇ જેથી આર્મીને વધારે નુકસાન પહોંચાડી શકાય. એવું એટલા માટે કારણ કે વર્ષ 2017 ડિસેમ્બર મહિનામાં લેથપુરાનાં જ સીઆરપીએફ કેમ્પ પર જૈશનો આત્મઘાતી હૂમલો નિષ્ફળ થયો હતો. પછી નિશ્ચિત થો કે સુરક્ષાદળો પર આ હૂમલો જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર કરવામાં આવે કારણ કે આ તે રસ્તો છે, જેના પર સેંકડો સુરક્ષાદળોની ગાડીઓ દરરોજ કાફલા સ્વરૂપે પસાર થાય છે. 


પાકિસ્તાનની "મહેબુબા" કહ્યું ઇમરાન ખાનને એક તક આપવી જોઇએ

પછી જ્યારે કાશ્મીરમાં ભારે બરફવર્ષાના કારણે જમ્મુ કાશ્મીર રાજમાર્ગ અનેક દિવસો સુધી બંધ રહ્યા બાદ  ખોલવામાં આવ્યા અને સીઆરપીએફનો કાફલો બમણા પ્રમાણમાં કાશ્મીર તરફ ચાલવા લાગ્યો. આતંકવાદીઓએ પોતાનાં ઓવર ગ્રાઉન્ડ વર્કરો પાસેથી જાણવા મળ્યું કે 14 ફેબ્રુઆરીનો દિવસ હૂમલા માટે પસંદ કરવામાં આવ્યો. સુત્રોની મળતી માહિતી અનુસાર 14 ફેબ્રુઆરી સવારે જ મિડોરા ગામોમાં આતંકવાદી કામરાન અને રશીદ ગાઝીએ તૈયાર કરવામાં આવેલા આ વિસ્ફોટકને ગાડીમાં ફીટ કર્યા અને બપોર બાદ આદિલ આ ગાડી મુદ્દે લેથપુરાના લિંક રોડથી હાઇવે પર પહોંચ્યો. આશરે 3.20 વાગ્યે સીઆરપીએપનો કાફલો આ સ્થળે પહોંચ્યો અને આદિલે સીઆરપીએફની બસને જોતાની સાથે જ ગાડીને કેન્વોયની વચ્ચે ધકેલી દીધી અને સમગ્ર વિસ્ફોટ કરી દીધો.