મુંબઈ: દેશના રાજકીય પરિવારો વચ્ચે સંબંધ બંધાવવા એ કોઈ નવી વાત નથી. મહારાષ્ટ્રમાં પણ અન્યની જેમ શિવસેના સાંસદ સંજય રાઉત, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે, મંત્રી ગુલાબરાવ પાટિલ બાદ હવે ભાજપના નેતા હર્ષવર્ધન પાટિલના ઘરે પણ લગ્નની તૈયારીઓ જોર શોરથી ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાકરે પરિવારની વહુ બનશે ભાજપના નેતાની પુત્રી
પૂર્વ સહકારિતા મંત્રી હર્ષવર્ધન પાટિલની પુત્રી અંકિતા પાટિલ ઠાકરે પરિવારની વહુ બનવા જઈ રહી છે. 28 ડિસેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલમાં લગ્ન થશે. ગણતરીના લોકો વચ્ચે ઠાકરે પરિવારના એડવોકેટ નિહાર ઠાકરે અને અંકિતા પાટિલ લગ્નના તાંતણે બંધાશે. 


રાજકારણમાં સક્રિય છે અંકિતા
અત્રે જણાવવાનું કે અંકિતા પાટિલ હાલ પુણે જિલ્લા પરિષદની સભ્ય છે અને ઈન્ડિયન શુગર મિલ્સ એસોસિએશનની ડાઈરેક્ટર પણ છે. નિહાર શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના દિવંગત પુત્ર બિન્દુ માધવ ઠાકરેના પુત્ર છે. તેઓ મુંબઈમાં એડવોકેટ તરીકે કામ કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube