Pune Housing Society Notice: વધતી જતી વસ્તી અને ઘટતી જતી જમીનના લીધે દુનિયાભરમાં ઉંચી ઉંચી બિલ્ડીંગો અને ફ્લેટનું ચલણ એકદમ ઝડપથી વધી ગયું છે. મહાનગરોના પડકારોની વચ્ચે આ બહુમાળી બિલ્ડીંગમાં રહેનારાઓ માટે સૌથી જરૂરી સુવિધા લિફ્ટ ગણવામાં આવે છે. હવે આ લિફ્ટના લીધે પૂણેની એક હાઉસિંગ સોસાયટી (Housing Society) માં લાગેલી એક નોટિસે ઇન્ટરને પર પારો વધારી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ટ્વિટર યૂઝર સંદીપ મનુધાને દ્રારા શેર કરવામાં આવેલી એક તસવીર એક લિફ્ટના દરવાજાની છે જેની બહાર લગાવેલી નોટિસમાં લખ્યું છે કે ઘરોમાં કામ કરનાર મેડ ફક્ત C અથવા D નો ઉપયોગ કરે. તો ત્યારબાદ બાજુમાં લગાવેલા પેપરમાં લખ્યું કે 'દૂધવાળા, ન્યૂઝપેપરવાળા, કૂરિયર ડિલીવરી બોય, લેબર, 'D' લિફ્ટનો ઉપયોગ કરે. આ પોસ્ટ પર તેમણે કેપ્શન આપી છે કે માણસોના ભાગલા પાડવા ભારતીયોનો સ્વાભાવિક ગુણ છે. પૂણેના પોશ વિસ્તારમાં રહેનારાઓ તેને સાબિત કરી દીધું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube