Punjab Cabinet Meeting: પંજાબમાં ભગવંત માન સરકારના મંત્રીમંડળની શનિવારે પહેલી બેઠક મળી. આ બેઠકમાં રાજ્યમાં 25 હજાર ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વિવિધ બોર્ડ, કોર્પોરેશન અને સરકારી કચેરીઓમાં આ જગ્યાઓ ખાલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટે ત્રણ મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લેવાનો નિર્ણય કર્યો છે. એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે પંજાબનું વાર્ષિક બજેટ જૂન મહિનામાં રજૂ કરવામાં આવશે. તેની સાથે કેબિનેટે પૂરક અનુદાનને પણ મંજૂરી આપી છે.


પંજાબમાં 25 હજાર ખાલી પદો પર તાત્કાલિક ભરતી
સીએમ ભગવંત માનને જણાવ્યું છે કે, જે 25 હજાર ખાલી પડેલી જગ્યા પર નિયુક્તિ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાંથી 10 હજાર પદ પંજાબ પોલીસમાં ખાલી પડેલા છે, જ્યારે 15 હજાર જગ્યાઓ રાજ્યના બીજા વિભાગોમાં ખાલી છે. આ પદોને તાત્કાલિક ભરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. તેના માટે ભરતીની જાહેરાત જલ્દી કરવામાં આવશે અને આખી પ્રક્રિયાને ટૂંક સમયમાં પુરી કરવાની કોશિશ કરવામાં આવશે. 


તમને જણાવી દઈએ કે પંજાબમાં હાલમાં પુરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત જીત મળી છે. પાર્ટી એ રાજ્યની 117 સીટોમાંથી 92 સીટો જીતીને બીજી પાર્ટીઓના સૂપડાં સાફ કરી નાખ્યા છે. રાજ્યના સીએમ પદની શપથ લીધા બાદ ભગવંત માનને 16 માર્ચે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. 


ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ થશે હેલ્પલાઈન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તે 23 માર્ચે શહીદ ભગત સિંહની પુણ્યતિથિ પર તેઓ એક હેલ્પલાઈનની શરૂઆત કરશે. જેના પર કોઈ પણ વ્યક્તિ તથ્યોની સાથે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ હેલ્પલાઈનની મોનિટરિંગ ભગવંત માન પોતે કરશે. આ મહત્ત્વપૂર્ણ જાહેરાત બાદ હવે તેમણે 25 હજાર ખાલી પડેલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી નાંખી છે.


બીજી બાજુ શનિવારે ચંદીગઢના પંજાબ ભવનમાં મંત્રીઓને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ સમારોહમાં બનવારીલાલ પુરોહિતે આમ આદમી પાર્ટીના 10 ધારાસભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તમામ ધારાસભ્યોએ પંજાબી ભાષામાં શપથ લીધા.


આ ધારાસભ્યોએ લીધા પદના શપથ
શપથ લેનાર ધારાસભ્યોમાં હરપાલ સિંહ ચીમા અને ગુરમીત સિંહ મીત હેયરને છોડીને 8 અન્ય પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. દીર્બાથી ધારાસભ્ય ચીમાએ સૌથી પહેલા શપથ લીધા, ત્યારબાદ કેબિનેટમાં એકમાત્ર મહિલા અને મલોટથી ધારાસભ્ય ડો. બલજીત કૌરે શપથ લીધા.


ત્યારબાદ જંડિયાલાથી હરભજન સિંહ, માણસાથી ડૉ.વિજય સિંગલા, ભોઆથી લાલ ચંદ, બરનાલાથી ગુરમીત સિંહ મીત હેર, અજનાલથી કુલદીપ સિંહ ધાલીવાલ, પટ્ટીથી લાલજીત સિંહ ભુલ્લર, હોશિયારપુરથી બ્રહ્મશંકર ઝિમ્પા અને આનંદપુર સાહિબથી હરજોત સિંહ બૅન્સે શપથ લીધા હતા. કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 18 પદ છે. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ કાર્યક્રમમાં હાજર હતા.


ત્રણેય પ્રદેશોને મળ્યું પ્રતિનિધિત્વ
ભગવંત માનની કેબિનેટમાં પાર્ટીએ માલવાના 5, માઝાના 4 અને દોઆબા ક્ષેત્રના 1 ધારાસભ્યને પ્રતિનિધિત્વ આપ્યું છે. કેબિનેટમાં ચાર ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, જેઓ અનામત બેઠકો દિરબા, જંડિયાલા, મલોટ અને ભોઆનું પ્રતિનિધિત્વ કરે છે.


જો કે, AAP ધારાસભ્યો જેમણે ચરણજીત સિંહ ચન્ની, કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ, પ્રકાશ સિંહ બાદલ અને SADના સુખબીર સિંહ બાદલ અને પંજાબ લોક કોંગ્રેસના વડા અમરિંદર સિંહ જેવા દિગ્ગજોને વિધાનસભા ચૂંટણીમાં હરાવ્યા હતા તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube