નવી દિલ્હી: ભાજપના નેતા તેજિન્દર સિંહ બગ્ગાની ધરપકડ મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ કેસની સુનાવણી 10મી મે સુધી સ્થગિત  કરી છે. આજે સુનાવણી દરમિયાન હરિયાણા સરકારે પોતાનું સોગંદનામું રજૂ કર્યું. જેમાં જણાવ્યું કે દિલ્હી પોલીસ તરફથી તેમને બીટી સંદેશ આવ્યો હતો. જેમાં બગ્ગાના અપહરણની વાત કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોગંદનામામાં હરિયાણા સરકારે જણાવ્યું કે ખાનપુર કોલિયા પાસે ટ્રાફિક પોલીસનું નાકુ હતું જ્યાં પંજાબ નંબરની ગાડીઓ રોકવામાં આવી. પોલીસકર્મીઓ સાદા વેશમાં હતા. તેમની સાથે બગ્ગા પણ હતા. જેની સૂચના દિલ્હી પોલીસને અપાઈ. 


બગ્ગાને ઈજા
ભાજપના નેતા તેજિન્દર સિંહ બગ્ગાની ધરપકડ બાદ છૂટકારો પણ  થયો. જો કે મેડિકલ લીવ સર્ટિફિકેટથી જાણવા મળે છે કે બગ્ગાને ખભા અને પીઠ પર ઈજા થઈ છે. એક સમાચાર એજન્સી દ્વારા એક્સેસ કરાયેલા દસ્તાવેજો મુજબ આ અંગે ચકાસણી થઈ છે. આ બાજુ બગ્ગાના આરોપ મુજબ તેઓ પંજાબ પોલીસ દ્વારા મારપીટના કારણે ઈજાગ્રસ્ત થયા. 


પકડવા આવેલા ડીએસપી પર ગંભીર આરોપ
બીજી બાજુ આ સમગ્ર મામલે ભાજપના અન્ય નેતા મનજિંદર સિંહ સિરસાએ પંજાબ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે. સિરસાના જણાવ્યાં મુજબ ધરપકડ કરવા માટે જે ડીએસપી કુલજિંદર સિંહ આવ્યા હતા તેમને ડ્રગ તસ્કરો સાથે લિંક છે. આ એજ ડીસીપી છે જે પંજાબમાં RDX લઈને આવી રહ્યા હતા. 700 કરોડની ડ્રગ તસ્કરી મામલે સરબજીત સિંહના સાથી છે. તેમના પર 4 રાજ્યોમાં ડ્રગ કેસમાં કેસ ચાલે છે. 


પંજાબ પોલીસ સામે કેસ
અત્રે જણાવવાનું કે શુક્રવારે ખુબ જ નાટકીય ઢબે પંજાબ પોલીસે ભાજપના નેતા તેજિન્દર સિંહ બગ્ગાની ધરપકડ  કરી હતી. તેઓ વહેલી સવારે તેમના ઘરે પહોંચ્યા અને પૂછપરછ માટે પોતાની સાથે લઈને નીકળ્યા. જો કે ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે હરિયાણા પોલીસે તેમને રોક્યા. ત્યારબાદ દિલ્હી પોલીસ બગ્ગાને પોતાની સાથે લઈ ગઈ. હવે આ સમગ્ર મામલે દિલ્હી પોલીસે આક્રમક વલણ અપનાવતા પંજાબ પોલીસ વિરુદ્ધ અપહરણનો કેસ  ઠોક્યો છે. બગ્ગા મામલે હાલ તો 3 રાજ્યો વચ્ચે ઘમાસાણ ચાલુ છે. 


જુઓ Live TV


Electric Vehicles Fire: ઈલેક્ટ્રિક વાહનો કેમ ભડકે બળી રહ્યા છે? તપાસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો


Crime Free Village: એક એવું ગામ જ્યાં ક્યારેય કોઈ ગુનો થયો નથી!, લોકોને કેસ કરતા પણ નથી આવડતું


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube