નવજોત સિંહ સિદ્ધુ અને ભગવંત માનનું કોમેડીમાં ભવિષ્ય વધુ ઉજ્જવળઃ કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી
હરદીપ પુરી પંજાબ ભાજપના ઉમેદવારોના સ્ટાર પ્રચારકોમાંના એક છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે AAP ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવાની ફરજ પડી હતી.
ચંદીગઢઃ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનું કોમેડીમાં "ઉજ્જવળ ભવિષ્ય" છે. શુક્રવારે બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ 20 ફેબ્રુઆરીએ પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં કટાક્ષ કર્યો છે. હરદીપ પુરી પંજાબ ભાજપના ઉમેદવારોના સ્ટાર પ્રચારકોમાંના એક છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે AAP ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવાની ફરજ પડી હતી.
પંજાબમાં કોંગ્રેસે વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ, જે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહની પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ઢીંડસાના નેતૃત્વવાળા અકાલી દળ જુથની સાથે ગઠબંધમાં ચૂંટણી લડી રહ્યું છે. પંજાબમાં ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ભગવંત માનની દારૂ પીવાની આદતનો ઉલ્લેખ કરતા આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર સવાલ ઉઠાવ્યા હતા.
સિદ્ધુ અને માનનું કોમેડીમાં ભવિષ્ય ઉજ્જવળ
તેમણે કહ્યું કે "એવા રાજ્ય માટે કે જે ડ્રગ્સની સમસ્યા સાથે લડી રહ્યું છે, જે કોઈ શરાબી માનવામાં આવે છે, તે વ્યક્તિને આપે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. મને એવું નથી લાગતું કે તે મુખ્યમંત્રીનો ગંભીર ચહેરો છે. તેમણે આરોપ લગાવ્યો કે બીજી તરફ કોંગ્રેસ પંજાબમાં વિભાજિત ઘર છે અને તેના નેતાઓ લોકોના સર્વાંગી કલ્યાણ માટે કામ કરવાને બદલે એકબીજા સાથે હિસાબ પતાવવામાં વ્યસ્ત છે. સિદ્ધુ અને માન બંને પર પુરીએ કહ્યું, "મને લાગે છે કે કોમેડીમાં તેનું ઉજ્જવળ ભવિષ્ય છે જ્યાં પૈસા સરળતાથી ઉપલબ્ધ છે. આવા લોકોને અહીં રાખશો તો સમસ્યા થશે.
આ પણ વાંચોઃ Ukraine Crisis: એર ઈન્ડિયા ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઇટનું કરશે સંચાલન, આ રીતે કરાવી શકો છો બુકિંગ
કવિ અને ભૂતપૂર્વ આપ નેતા કુમાર વિશ્વાસની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા પુરીએ કહ્યું કે કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે. “કેજરીવાલ પોતાની અંદર પંજાબના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે. જો તમે પંજાબના મુખ્યમંત્રી બનવા માટે ગંભીર છો, તો પછી તમે એવા લોકો સાથે કેમ છો જેમને પંજાબ રાજ્યને નબળું કરવામાં કોઈ સંકોચ નથી અને જેમને ખાલિસ્તાની ગણવામાં આવે છે.
પુરીએ ખાલિસ્તાન સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નૂ વિશે વાત કરતા કહ્યુ. ચૂંટણી પહેલાં સામે આવેલા એક નકલી પત્રમાં દાવો કરવામાં આવ્યો કે શીખ ફોર જસ્ટિસે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું. પન્નૂને પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈના પેડ એજન્ટ ગણાવતા પુરીએ કહ્યુ કે, તે શીખ ધર્મનું સમર્થન કરવાનો દાવો કરે છે પરંતુ શીખ ધર્મની કોઈ સ્પષ્ટ અભિવ્યક્તિ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube