પંજાબ કોંગ્રેસ વિવાદઃ કમિટી સાથે CM અમરિંદરે કરી ચર્ચા, પાર્ટી નેતાઓની ફરિયાદનો આપ્યો જવાબ
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદને દૂર કરવાના ઈરાદાથી રચાયેલી કમિટી સાથે મુખ્યમંત્રી અમરિંદર સિંહે બેઠકની વિગતો આપવાનો ઇનકાર કરી દીધો છે.
નવી દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદને દૂર કરવાના ઈરાદાથી રચાયેલી સમિતિ સમક્ષ શુક્રવારે હાજર થયા અને આ મુલાકાત આશરે ત્રણ કલાક ચાલી હતી.
સૂત્રો પ્રમાણે કેપ્ટન પૂરાવા તરીકે દસ્તાવેજ લઈને આવ્યા હતા કે કઈ રીતે તેમણે ધારાસભ્યો સહિત અન્ય નેતાઓની વિનંતી પર કામ કરાવ્યું. કેપ્ટને તેમને લઈને નેતાઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનો પણ જવાબ આપ્યો હતો.
આવી સાસુ હોય તો દુશ્મનની શું જરૂર પડે?, કોરોના પીડિત સાસુ જબરદસ્તીથી વહુને ભેટી પડી
100 નેતાઓ સાથે કરવામાં આવી ચર્ચા
રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતાવાળી સમિતિએ છેલ્લા ચાર દિવસમાં પંજાબ કોંગ્રેસના 100થી વધુ નેતાઓના વિચાર જાણ્યા છે. તેમાં મોટાભાગના ધારાસભ્ય છે.
ખડગે સિવાય કોંગ્રેસ મહાસચિવ અને પંજાબ પ્રભારી હરીશ રાવત તથા દિલ્હી પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જેપી અગ્રવાલ આ સમિતિમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી મુખ્યમંત્રી અમરિંદર અને પાર્ટી નેતા નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય પરગટ સિંહ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના કેટલાક અન્ય નેતાઓએ પણ મુખ્યમંત્રી વિરુદ્ધ મોર્ચો ખોલી રાખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube