ચંડીગઢ: પંજાબમાં ભારે રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ બધાને ચોંકાવી દેતા ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો. ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી પદના શપથ  લીધા. આ સાથે કોંગ્રેસના બે નેતાઓ સુખજિન્દર રંધાવા અનો ઓપી સોનીએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં આંતરિક કલેહ સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસે ચન્નીને મુખ્યમંત્રી બનાવીને એક તીરથી ચાર મોટા નિશાન સાધી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ચન્નીથી  કોંગ્રેસે સાધ્યા ચાર નિશાન
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ચરણજીત સિંહ ચન્નીના બહાને કોંગ્રેસે 4 મોટા દાવ ખેલ્યા છે. ચન્ની એક તો શીખ ચહેરો છે અને સાથે સાથે કેપ્ટન અમરિન્દર સિંહની સરખામણીમાં યુવા નેતા છે. શીખ હોવાની સાથે સાથે દલિત સમુદાયથી આવે છે. કોંગ્રેસના આ દાવને અકાલી દળ અને બીએસપીના ગઠબંધનનો તોડ તરીકે જોવામાં આવી રહ્યો છે. અન્ય ક્વોલિટી એ પણ છે કે ચન્ની પણ અમરિન્દર સિંહ વિરોધી કેમ્પના છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ નવજોત સિંહ સિદ્ધુના સૂરમાં સૂર મિલાવી રહ્યા હતા. 


સીએમના 4 દાવેદારો પર કેવી રીતે ભારે પડ્યું ચન્નીનું નામ
ચરણજીત સિંહ ચન્નીનું નામ એક પછી એક એમ સીએમના જે ચાર નામ રેસમાં દોડી રહ્યા હતા તેના પર  ભારે પડી ગયું. જાણો આ ચાર નેતા કોણ છે અને કેમ તેમનું પત્તું કપાયું?


Punjab: ચરણજીત સિંહ ચન્ની બન્યા પંજાબના પ્રથમ દલિત CM, સુખજિન્દર રંધાવા-ઓપી સોનીએ લીધા મંત્રી પદના શપથ


1. અંબિકા સોની- જનાધાર વિહીન નેતા અને પંજાબ કોંગ્રેસ તેમને મંજૂર ન કરત.
2. સુનિલ જાખડ- બીન શીખ (હિન્દુ) નેતાના નામ પર કોંગ્રેસની અંદર જ વિરોધ.
3. નવજોત સિંહ સિદ્ધુ- અમરિન્દરના પાર્ટી છોડવા અને તોડવાનો 100 ટકા ડર.
4. સુખજિન્દર સિંહ રંધાવા- સિદ્ધુ કેમ્પમાંથી મુખ્યમંત્રી બનાવવા તેનો અર્થ અમરિન્દર સિંહને ચીડવવા. 


અમરિન્દર વિરુદ્ધ સીએમ બનાવવું કોંગ્રેસને પોસાય તેમ નથી
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામાએ જણાવી દીધુ કે પંજાબની કોંગ્રેસ પોલિટિક્સમાં તેમનાથી મોટું નામ કોઈ નથી. ભલે તેમણે સીએમ પદની ખુરશી છોડવી પડી પરંતુ તેમના વિરુદ્ધ જઈને સીએમ બનાવવા એ કોંગ્રેસના વશમાં પણ નથી. અંબિકા સોનીથી લઈને સુનિલ જાખડ અને પછી ખુદ નવજોત સિંહ સિદ્ધુ અને તેમના પછી અમરિન્દર વિરોધી સુખજિન્દર રંધાવાના નામ સીએમ માટે આગળ આવ્યા હતા. પરંતુ કોંગ્રેસ અમરિન્દરને નારાજ કરવાનું જોખમ લઈ શકી નહીં. ત્યારબાદ ચરણજીત સિંહ ચન્નીનું નામ આગળ આવ્યું જેમને અમરિન્દરે પણ શુભેચ્છા પાઠવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube