નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ આપના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માને દિલ્હીમાં પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. ભગવંત માને અરવિંદ કેજરીવાલને 16 માર્ચે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે અને પગે લાગીને તેમના આર્શિવાદ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૃતસરમાં યોજાશે મેગા રોડ શો
શપથગ્રહણ પહેલા વિજયની ઉજવણી કરવા માટે 13 માર્ચે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અમૃતસરમાં રોડ શો કરશે. આ રોડ શોનો હેતુ પંજાબની જનતાનો આભાર વ્યક્ત કરવાનો છે. ચૂંટણી પહેલા જ કેજરીવાલે AAP પાર્ટી તરફથી ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા અને એવામાં હવે તેઓ પંજાબના આગામી મુખ્યમંત્રી હશે.


ભગવંત માન સાથે મુલાકાત બાદ કેજરીવાલે એક ટ્વીટ કરીને જણાવ્યું કે ભગવંત માને તેમને શપથ ગ્રહણમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી તરીકે ભગવંત માન પંજાબના લોકોની આશાઓ પર ખરા ઉતરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube