ચંડીગઢ: પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા નવજોત સિંહ સિદ્ધૂના વિભાગમાં ફેરફાર કરવાની સાથે જ ગુરૂવારે રાજ્યમાં પાર્ટીની અંદર તણાવ વધી ગયો છે. સાથે જ મંત્રિમંડળની બેઠકમાં પણ નવજોત સિંહ સિદ્ધૂ સામેલ થયા ન હતા. સિંહ અને સિદ્ધૂ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ટકરાવની વચ્ચે ઝડપથી બદલાતા ઘટનાક્રમમાં સિદ્ધૂએ મંત્રીમંડળની બેઠકમાં ભાગ લીધો ન હતો અને આરોપ લગાવ્યો કે મને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યો છે. સિદ્ધૂએ પત્રકારોને જણાવતા કહ્યું કે, મને સહેજ નહી લઈ શકાય. મારા વિભાગ પર સાર્વજનિક રીતે નિશાન સાધવામાં આવી રહ્યું છે. મેં હંમેશા તેમને મોટા ભાઇ તરીકે સન્માન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: તેલંગણામાં કોંગ્રેસના 12 MLAએ પાર્ટી છોડી, સ્પીકરે TRSમાં વિલયને આપી માન્યતા


હું હંમેશા તેમની વાત સાંભળુ છું. પરંતુ તેનાથી દુ:ખ પહોંચે છે. સામૂહિક જવાબદારી ક્યાં ગઇ? ઉલ્લેખનીય છે કે, પંજાબ કેબિનેટમાં ફેરફાર કરી સિદ્ધુ પાસેથી મહત્વપૂર્ણ શહેરી વિકાસ મંત્રાલય વિભાગ લઇ લેવામાં આવ્યું અને તેમને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. જોકે, સિદ્ધૂએ કહ્યું કે, તેમણે હંમેશા સારૂ પ્રદર્શન કર્યું છે અને દાવો કર્યો છે કે, પંજાબમાં પાર્ટીની જીતમાં શહેરી વિસ્તારે મહત્વની ભૂમિકા ભજવી છે.


વધુમાં વાંચો: હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસમાં કંકાસ, પ્રદેશ અધ્યક્ષે કહ્યું- 'મને ગોળી મારી દો'


સિદ્ધૂએ પત્રકારોને જણાવ્યું હતું કે, મને સહેજ નહી લઇ શકાય, મેં મારા જીવનના 40 વર્ષ સુધી સારુ પ્રદર્શન કર્યું છે. ભલે તે આંતરરાષ્ટ્રી ક્રિકેટ હોય અથવા જીઓફ્રી બોયકોટ સાથેની વર્લ્ડ-ક્લાસ કોમેન્ટરી હોય, ટીવી કાર્યક્રમ હોય અથવા 1300 પ્રેરણાત્મક વાર્તાઓનો મામલો હોય.


વધુમાં વાંચો: કોંગ્રેસની મુશ્કેલી વધી: તેલંગણામાં પક્ષપલટો; પંજાબ સહિત આ રાજ્યોમાં ભારે આંતરિક વિખવાદ


પંજાબના શહેરી વિસ્તારમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઇ મુખ્યમંત્રી અમરિંદર સિંહની નારાજગીનો સામનો કરી રહેલા સિદ્ધૂ ચૂંટણી બાદ ગુરૂવારે થયેલી પહેલી કેબિનેટ બેઠકમાં સામેલ થયા ન હતા. સિદ્ધૂએ કહ્યું કે, તેઓ તેમના નામ, વિશ્વસનીયતા અને પ્રદર્શનનો સંપૂર્ણ રીતે બચાવ કરશે.


વધુમાં વાંચો: ભારત ઈઝરાયેલ પાસેથી 300 કરોડમાં ખરીદશે ઘાતક SPICE બોમ્બ, બાલાકોટ એર સ્ટ્રાઈકમાં થયો હતો ઉપયોગ


તેમણે કહ્યું કે, બધા મને પૂછી રહ્યાં છે કે, હું કેબિનેટની બેઠકમાં કેમ આવ્યો નહીં. જ્યારે તમે કેબિનેટ મંત્રી બનો, ત્યારે શપથ આપવામાં આવે છે અને તે પછી એવું કહેવામાં આવે છે કે તે એક સામુહિક જવાબદારી છે. હું રાજકીય વિજ્ઞાનનો વિદ્યાર્થી છું અને તે શીખવવામાં આવે છે કે નિયમ એ છે કે આપણે સાથે ચાલીશું અને સાથે ડૂબીશું. 


વધુમાં વાંચો: CM જગનમોહન રેડ્ડીએ ચંદ્રબાબુ સરકારનો આદેશ કર્યો રદ્દ, હવે CBI કરી શકશે તપાસ


તાજેતરમાં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસે પંજાબની 13માંથી 8 બેઠકો પર જીત હાંસલ કરી હતી. શિવસેના-ભાજપના ગઠબંધનને 4 બેઠકો મળી અને આપને 1 બેઠક મળી હતી.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...