ચંદીગઢ: કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) એ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. શનિવારે સીએલપી બેઠક પહેલાં તેમણે રાજભવન પહોંચી રાજ્યપાલને પોતાનું રાજીનામું સોપ્યું હતું. રાજીનામું સોપ્યા બાદ કેપ્ટન અમરિંદરએ પત્રકાર પરિષદને સંબંધોતા કહ્યું કે 'મેં આજે સવારે જ નક્કી કરી લીધું હતું. આ વિશે સોનિયા ગાંધીને પણ વાત કરી હતી. મારી સાથે આ ત્રીજીવાર થઇ રહ્યું છે. હું હ્યૂમિલેટેડ ફીલ કરી રહ્યો છું. હવે તેમને જેના પર વિશ્વાસ હોય તેને મુખ્યમંત્રી બનાવી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે જ સમયે, અન્ય મોટા સમાચાર એ છે કે જો પંજાબમાં નેતૃત્વ બદલાય તો સુનીલ જાખર નવા મુખ્યમંત્રી બની શકે છે. આજે સુનીલ જાખરે એક ટ્વીટ કર્યું. જેમાં તેમણે લખ્યું હતું કે, 'પંજાબ કોંગ્રેસના વિવાદને ઉકેલવા માટે રાહુલ ગાંધીએ લીધેલા સાહસિક નિર્ણયથી કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહિત છે. આ સાથે અકાલીઓ હચમચી ગયા છે.


સીએમ સમર્થકો પણ એક્ટિવ
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ સવારથી ચાલી રહેલી હલચલ વચ્ચે રાજ્યસભાના સાંસદ પ્રતાપ બાજવા, લોકસભા સાંસદ ગુરજીત ઔજલા, જસબીર ડિમ્પા, ધારાસભ્ય રાણા ગુરજીત, રાણા ગુરમીત સોઢી અને અન્ય ધારાસભ્યો સાથે ફોન પર વાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર દરેક સાથે વાત કરી રહ્યા છે અને તેમનો અભિપ્રાય લઈ રહ્યા છે.


પૂર્વ પ્રદેશ અધ્યક્ષનું મોટું નિવેદન
પંજાબમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠકથી પહેલા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનિલ જાખરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે શનિવારે કહ્યું કે, રાહુલ ગાંધીએ પાર્ટીની રાજ્ય એકમમાં ગુંચવાયેલી ગુત્થીને ઉકેલીને જે રસ્તો અપનાવ્યો છે. તેનાથી ના માત્ર કોંગ્રેસ કાર્યકર્તાઓને મંત્રમુગ્ધ કરી દીધા છે, પરંતુ અકાલી (AD) દળનો પાયો હચમચી ગયો છે.


સાંજે પાંચ વાગે છે CLP ની બેઠક
કોંગ્રેસની પંજાબ એકમમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) ના નિર્દેશ પર શનિવારે સાંજે રાજ્યના કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ અને પંજાબ મામાલાના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે રાત્રે આ વિશે જાહેરાત કરી. બેઠકમાં અજય માકન અને હરીશ ચૌધરી ઓબ્જર્વર તરીકે હાજર રહેશે. તો બીજી તરફ કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુનીલ જાખડે ટ્વિટરના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી. તમે પણ જુઓ તેમના ટ્વીટ...



કેપ્ટન અને સિદ્ધૂ વચ્ચે તણાવ
મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવની પૃષ્ઠભૂમિમાં થઈ રહેલી ધારાસભ્ય દળની આ બેઠકના કારણે નેતૃત્વ પરિવર્તનની પણ અટકળો ચાલી રહી છે. જો કે, હજુ પાર્ટી તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. પંજાબમાં આગામી વર્ષ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ પાર્ટીમાં જૂથવાદ ચરમ પર છે. હરીશ રાવતના તમામ પ્રયાસ બાદ પણ કેપ્ટન અમરિંદર અને નવજોત સિંહ સિદ્ધૂની વચ્ચે સમાધાન થઈ રહ્યું નથી.